મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટોચના અધિકારીઓને કેમ મિટિંગમાં જ કેમ તતડાવી નાખ્યાં? જાણો વિગત
જીલ્લાના મંત્રી પ્રભારી અને સંગઠન પ્રભારી, પ્રભારી અધિકારી સચિવો ને પણ જિલ્લા કલેક્ટર સાથે સંકલન કરીને નિયત સમયમાં કામગીરી પૂર્ણ કરવા આપ્યો આદેશ આપ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર: જળ સંચય અભિયાનને લઈને તંત્રની કામગીરી થી મુખ્યમંત્રી વિજય રુપાણીએ નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણી દ્વારા જળ સંચયના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જળ સંચય અભિયાનને 15 દિવસ થઈ ગયા હોવા છતા પણ કેટલીક જગ્યાએ ધીમી ગતિએ કામ રહ્યું છે અને કેટલીક જગ્યાએ તો કામ શરૂ જ થયા નથી તેને લઈને સીએમ રૂપાણીએ મિટીંગમાં જ અધિકારીઓને ખખડાવ્યા હતા.
જળ સંચય અભિયાન શરૂ કર્યાના 15 દિવસ થઈ ગયા બાદ પણ 28 થી 30 ટકા કામો હજુ શરૂ જ થયા નથી. ગાંધીનગરમાં જ 80 ટકા કામો શરૂ થયા નથી. સરકારના લક્ષ્યાંક મુજબનું કામ નહિં થતાં મુખ્યમંત્રીએ કેટલાક મંત્રીઓ અને સનદી અધિકારીઓનો ઉધડો લીધો હતો. નિષ્ક્રિય કલેક્ટર સામે સીએમઓ એ રિપોર્ટ માંગ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -