કોંગ્રેસે કયા 7 જિલ્લા અને શહેર પ્રમુખની કરી નિમણૂંક, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Aug 2018 05:25 PM (IST)
1
આ ઉપરાંત ગાંધીનગર શહેર પ્રમુખ તરીકે કોંગ્રેસે ડૉ. કૌશિક શાહ યથાવત રાખ્યા છે. પોરબંદર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી પરિમલ ઠક્કરને સોંપવામાં આવી છે.
2
કોંગ્રેસે સંગઠનમાં ફેરફાર કરતાં જુનાગઢ, ગાંધીનગર, નર્મદા, પોરબંદર, અમરેલી, કચ્છ અને બોટાદના પ્રમુખોની નવી નિયુક્તિઓ કરી છે.
3
4
5
નર્મદા જિલ્લાના પ્રમુખ પદે કોંગ્રેસે હરેન્દ્ર વાળંદ, અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે અર્જૂન સોસા, કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે યજુવેન્દ્રસિંહ જાડેજા અને બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રમેશભાઇ મીરની નિમણૂંક કરવામાં આવી છે.
6
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને લઇને પોતાનુ સંગઠન મજબૂત કરવા કવાયત હાથ ધરી છે. કોંગ્રેસે સંગઠનમાં મોટાપાયે ફેરફાર કરતાં હવે નવા પ્રમુખોની નિમણૂંક કરી દીધી છે. જેમાં સાત જિલ્લા અને શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે.