સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ: સમગ્ર જગ્યાએ પાણી જ પાણી, આકાશમાંથી પાણીના આવા દેખાય ભયાનક દ્રશ્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Jul 2018 09:32 AM (IST)
1
2
3
4
5
6
રાજકોટ: સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી બાદ ચાલી રહેલ ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. ત્યારે ગીર સોમનાથ, સોરઠ, અમરેલી અને જામનગર સહિતના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 8 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. 8 દિવસમાં 40 ઈંચ સુધી વરસેલા વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની હતી જેના કારણે ત્રણ-ત્રણ દિવસથી સૌરાષ્ટ્રના સેંકડો ગામોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
7
8
9
10
હજારો ગ્રામજનો પૂરમાં અટવાયા છે, જેના કારણે અતિવૃષ્ટિથી ગ્રામજનો માટે ઉપર આભ અને નીચે પાણી જેવી સ્થિતિ સર્જાઈ છે. કઈ જગ્યાએ પાણી ભરાયા છે તેવા જોવા માટે ડ્રોનનો ઉપયોગ કરાયો હતો જેના કારણે બચાવ કામગીરી કરી શકાય જોકે આકાશમાંથી લેવામાં આવેલ તસવીરોમાં તો ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
11
12