ગુજરાતમાં કોંગ્રેસે શહેરી વિસ્તારો સાથે સંકલન માટે બનાવી 12 ધુરંધરોની કો-ઓર્ડિનેશન કમિટી, જાણો કોનો કોનો સમાવેશ ?
રાજકોટમાંથી ભૂતપૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનિલ રાજ્યગુરૂ, હેમાંગ વસાવડાનો સમાવેશ કરાયો છે. સુરતમાંથી કદીર પિરઝાદા, ભૂપેન્દ્ર સોલંકી તથા બાબુભાઈ કાપડિયાને સ્થાન અપાયું છે જ્યારે જામનગરમાંથી પૂર્વ મંત્રી એમ.એફ. બલોચ છે. ગાંધીનગરમાંથી હિમાંશુ વ્યાસનો સમાવેશ કરાયો છે.
આ 8 મહાનગરોમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. અમિત ચાવડાએ આ કમિટીમાં જેમની નિમણૂક કરી છે તેમાં ધારાસભ્યો શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલ, ડો. જીતુભાઈ પટેલ તથા ઈન્દ્રવિજયસિંહ ગોહિલ એ ચાર સભ્યો અમદાવાદમાં છે.
આ અભિયાનના ભાગરૂપે શહેરી વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ માટે 12 સભ્યોની કો-ઓર્ડિનેશન કમિટીની રચના કરી છે. અમિત ચાવડા પોતે આ કમિટીના પ્રમુખ છે. આ કમિટી રાજ્યનાં 8 મહાનગરોમાં કોંગ્રેસના સંગઠન સાથે સંકલનની કામગીરી કરશે.
અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખપદે અમિત ચાવડાની નિમણૂક બાદ તેમણે શહેરી વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અભિયાન શરૂ કર્યું છે. શહેરી વિસ્તારોમાં ભાજપનો દબદબો ઓછો કરીને કોંગ્રેસ ઘૂસે એ માટેના પ્રયત્નો તેમણે શરૂ કર્યા છે.