Exit Poll 2024
(Source: Poll of Polls)
ગુજરાત કોંગ્રેસના ક્યા દિગ્ગજ નેતાનો ભાઈ દારૂની 54 બોટલ સાથે ઝડપાયો? 10 દિવસ ખાવી પડી જેલની હવા
પોલીસે આ બંનેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. જે પૂરા થતાં તેઓને નવસારી જ્યુડિ. કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. મંગળવારે આ બંનેએ જામીન માટે વલસાડ કોર્ટમાં અરજી કરી હતી, જે કોર્ટે માન્ય રાખી બંનેના જામીન મંજૂર કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકારમાં સવાર બે વ્યક્તિ બ્રિજેશ મનહર ઠક્કર અને પ્રશાંતકુમાર જશવંતસિંહ ચાવડા વાપીથી દારૂ ભરીને બોરસદ લઈ જતાં હતા. પોલીસે આ બંનેની ધરપકડ કરી ડુંગરી પોલીસ ચોકીમાં ગુનો નોંધ્યો હતો. પોલીસે 1.5 લાખ રૂપિયાની કાર, 27000 રૂપિયાનો દારૂ અને 10 હજારના બે મોબાઈલ મળી કુલ 1.87 લાખ રૂપિયા મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મળતી માહિતી અનુસાર આ કેસમાં પકડાયેલા પ્રશાંત જશવંત ચાવડા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીના પિતરાઈ ભાઈ થાય છે. જોકે સૂત્રો દ્વારા મળેલ જાણકારી અનુસાર પ્રશાંત ચાવડાના પિતા જશવંતસિહં અને અમિત ચાવડાના પિતા અજીતસિંહ સગા ભાઈઓ થાય છે. જોકે પ્રશાંત ચાવડાની આ પ્રવૃત્તીને કારણે અમિત ચાવડા ઘણાં વર્ષોથી પ્રશાંત ચાવડા સાથે એક ખાસ અંતર રાખી રહ્યા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડુંગરી પોલીસે રવિવારે વાપીથી બ્લ્યૂ કલરની ઈન્ડીકા કારનં જીજે-06-બીએ-5486ને અટકાવી તલાશી લેતાં તેમાંથી દારૂની બોટલ 54 નંગ બોટલ મળી હતી જેની કિંમત 27000 રૂપિયાની હતી.
વલસાડઃ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પિતરાઈ ભાઈની કારમાંથી 27 હજારની કિંમતની 54 નંગ દારૂની બોટલ મળી આવતા બન્નેની ધરપકડ રવામાં આવી હતી. પોલીસે કોર્ટમાં રજૂ કરી બે દિવસમા રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ બાદ બન્નેને નવસારી જેલમાં ધકેલવામં આવ્યા હતા. જોકે બાદમાં જામીન અરજી મુકતા તેમને જામીન નળી ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -