Dy CM નીતિન પટેલ કેમ થયા નારાજ, આખો દિવસ કેમ ન આવ્યા ઓફિસ! જાણો વિગતે
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને માર્ગ અને મકાન, આરોગ્ય અને પરીવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, નર્મદા, કલ્પસર, પાટનગર યોજનાની જવાબદારી સોંપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: ગુજરાતમાં ભાજપે ભલે સત્તા મેળવી લીધી હોય પરંતુ ખાતા ફાળવણીમાં ભાજપમાં ઉકળતો ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નારાજ હોવાનું અને હજી તેમમની નારાજગી ઓછી ન થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને પગલે તેઓ ઓફિસ પણ આવ્યો ન હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
નાણાં ખાતું સૌરભ પટેલને અને શહેરી વિકાસ ખાતું મુખ્યમંત્રીએ પોતાની પાસે રાખી લીધું છે. આ બાબતને લઈને જ નીતિન પટેલ નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત નીતિન પટેલને મહેસૂલ ખાતું જોઈતું હોવાની વાત પણ ચર્ચાતી હતી જોકે આ ખાતું પણ તેમને ન સોંપાતા કૌશિક પટેલને આપવામાં આવ્યું છે.
પૂર્વ સરકારમાં નીતિન પટેલને અન્ય ખાતાઓની સાથે નાણાં અને શહેરી વિકાસ ખાતું ફાળવવામાં આવ્યું હતું. જોકે આ વખતે રૂપાણી સરકારમાં તેમને નાયબ મુખ્યમંત્રીનું પદ અપાયું પણ તેમની પાસેથી નાણાં અને શહેરી વિકાસ ખાતું છીનવી લેવામાં આવ્યું છે.
ગુરુવારે ખાતા ફાળવણીને મામલે નીતિન પટેલની નારાજગી જોવા મળી રહી છે. નારાજ નીતિન પટેલ શુક્રવારે આખો દિવસ તેમની ઓફિસમાં હાજર રહ્યા ન હતા. એટલું જ નહીં, નીતિન પટેલે સરકારી એસ્કોર્ટ પણ ન લીધો હોવાનું અને પોતાની ખાનગી કારનો જ ઉપયોગ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
ભાજપ હાઈકમાન્ડમાંથી કોઈ તેમને મનાવવા આવશે ત્યારે તેમની નારાજગી દૂર થશે. તેમને યોગ્ય સન્માન નહીં મળે ત્યાં સુધી તેઓ ઓફિસ નહીં આવે તેમ નજીકના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -