રાજ્યની ખાનગી સ્કૂલો કઈ 9 પ્રવૃત્તિના નામે વાલીઓને નહીં ખંખેરી શકે? સરકારે આપ્યો આદેશ, જાણો વિગત
અગાઉ ખાનગી સ્કૂલોના સંચાલકોને કોર્ટમાંથી બેવડો ફટકો પડયો હતો. ફી નિયમન કાયદાને પડકાર્યો હોવાથી ફી નિર્ધારણ સમિતિ (FRC) સમક્ષ ફી વધારાની દરખાસ્ત કરવામાં ધરાર દાંડાઈ કરતી સ્કૂલોને સુપ્રીમ કોર્ટે બે સપ્તાહમાં જ પોતાની દરખાસ્તો રજૂ કરી દેવાનું અલ્ટિમેટમ આપ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યાદી સિવાય સંબધિત બોર્ડના અભ્યાસક્રમમાં સહશૈક્ષણિક પ્રવૃત્તિઓના ભાગ રૂપ ન હોય તેવી અન્ય પ્રવૃત્તિઓ/સુવિધાઓને પણ વૈકલ્પિક ગણવાનું સ્પષ્ટ કરાયું છે છે. વધુમાં રાજ્ય સરકારે ખાનગી સ્કૂલોને 31 જુલાઈ સુધીમાં દરખાસ્ત કરવાની અને ઈતર પ્રવૃત્તિઓ વૈકલ્પ ગણાશે તેનુ ખાસ ધ્યાન રાખવાની પણ સૂચના આપી છે.
રાજ્ય સરકારે ટ્રાન્સપોર્ટેશન, હોસ્ટેલ, ભોજન શાળા/ભોજનની સુવિધા, પર્યટન, ઘોડેસવારી, સ્વિમિંગ, ક્લબની પ્રવૃત્તિઓ, પુસ્તકો અને સ્ટેશનરી, સંબધિત બોર્ડના અભ્યાસક્રમમાં સહશૈક્ષણિક પ્રવૃત્તિઓનો ભાગ રૂપ ન હોય તેવી અન્ય પ્રવૃત્તિઓ-સુવિધાઓ સહિત કુલ 9 પ્રવૃત્તિને વૈકલ્પિક પ્રવૃત્તિ ગણવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે પુસ્તકો-સ્ટેશનરી, ટ્રાન્સપોર્ટેશન, ભોજન સહિતની સુવિધાઓ સ્કૂલ સંચાલકો વાલીઓ પર થોપી શકે નહીં. સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો હતો કે, ઈતર પ્રવૃત્તિઓ તો વૈકલ્પિક જ હોય. જેના ભાગરૂપે સરકાર દ્વારા હાલમાં કુલ 9 પ્રકારની ઈતર પ્રવૃત્તિઓ વૈકલ્પિક ગણવાનું જાહેરનામું બહાર પડાયું છે
ગાંધીનગરઃ ખાનગી સ્કૂલો ઈતર પ્રવૃત્તિઓના નામે વાલીઓને ખંખેરે છે ત્યારે હવે ગુજરાત સરકારે એક જાહેરનામું બહાર પાડીને નવ ઈતર પ્રવૃત્તિઓને વૈકલ્પિક જાહેર કરી છે. રાજ્ય સરકાર દ્વારા ઈતર પ્રવૃત્તિઓની યાદી સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારે સ્પષ્ટ પણે જણાવ્યુ છે કે, આ ઈતર પ્રવૃત્તિઓ ફરજિયાત નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -