સીનિયર સિટિઝનને મળશે 24 કલાક મેડિકલ સેવા, જાણો કેટલી રકમ ચૂકવવી પડશે?
સાથે એ પણ કહ્યું કે, રાજ્યમાં અકસ્માતગ્રસ્તો ને જો કોઈ હોસ્પિટલ તાત્કાલિક સારવાર નહીં આપે તો તેની સામે સરકાર પગલાં ભરશે. સાથે સારવારના ખર્ચનું વ્યાજબીપણા અને દરની પણ ચકાસણી કરવામાં આવશે.
સીનિયર સિટિઝન કે ૭૦ વર્ષ ની ઉંમરના લોકો માટે મેડિકલ સેવા માટે ફોન કરશે તો તેના ઘરે જઈને સેવા આપવામાં આવશે. આ મેડિકલ સેવા માટે સીનિયર સિટિઝને રૂપિયા એક હજાર આપી રજીસ્ટ્રેશન કરવાવું પડશે. આ મેડિકલ સેવા માટે દર વીઝીટના ૨૦૦ રૂપિયા વસૂલ માં આવશે.
ગાંધીનગર: સીનિયર સિટિઝનને મેડીકલ સેવા સમયસર મળી રહે તે માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. સરકારે સીનિયર સિટિઝનને મેડિકલની સેવાઓ 24 કલાક ઘરે બેઠા આપવાની જાહેરાત કરી છે.
રાજ્યમાં અકસ્માતથી વધતા મૃત્યુઆંકને રોકવા માટે અકસ્માતના કિસ્સામાં પ્રત્યેક ઈજાગ્રસ્ત દીઠ પ્રારંભિક 48 કલાક ની સારવારનો મહત્તમ 50 હજારનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે એવી જાહેરાત અગાઉ કરાઇ હતી.
નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જાહેરાત કરતા કહ્યું કે, સીનિયર સિટિઝનને મેડિકલ સેવા 24 કલાક ઘરબેઠા મળી રહી તે માટે આ પાયલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પાઇલોટ પ્રોજેક્ટ હાલમાં ગાંધીનગરમાં લાગુ પડશે. આ સફળતા બાદ સમગ્ર રાજયમાં અમલ કરવાનુ વિચારવા આવશે.