ગુજરાતનો આ ધારાસભ્ય બનશે ‘પેડમેન’, પોતાના મતવિસ્તારમાં સેનેટરી નેપકિનની ફેક્ટરી સ્થાપશે, જાણો વિગત
આ ઉપરાંત જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, મેડિકલ એક્સપર્ટ્સની સલાહ અને મદદ સાથે સિલાઈ મશિન દ્વારા પેડ બનાવી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે અને આ પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓ માટે રોજગારી પણ પેદા થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજીજ્ઞેશ મેવાણી કહ્યું હતું કે, 7 માર્ચે વડગામમાં સેનિટરી પેડ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવશે. માસિક સ્ત્રાવ સમયે સ્ત્રીઓને રિલિફ મળી રહે તે ઉદ્દેશ્યથી આ એકમ સ્થાપવાનું વિચારવામાં આવ્યું છે. દેશ આઝાદ થયાના કેટલાંક દાયકા બાદ પણ ગામડામાં મહિલાઓ માસિક સ્ત્રાવ દરમિયાન કપડાંનો ઉપયોગ કરે છે. બનાવવામાં આવનાર આ સેનિટરી પેડ્સ ઈકોફ્રેન્ડલી કોટનમાંથી તૈયાર કરવામાં આવશે.
ઉના દલિતકાંડ પછી દલિત નેતા તરીકે ઉભરી આવેલા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ઈચ્છે છે કે, મહિલાઓનું આરોગ્ય જળવાઈ રહે અને સ્વાસ્થ્યમાં સુધારો થાય. આના માટે તે નવા સેનિટરી એકમો સ્થાપશે અને આ એકમો દ્વારા મહિલાઓને સસ્તામાં સેનિટરી પેડ ઉપલબ્ધ કરાવશે. ઉલ્લેખનીય છે કે સાબરમતી જેલ પ્રશાસને પણ જેલની અંદર જ સેનિટરી પેડનું એકમ શરૂ કરવાની યોજના બનાવી છે.
આ આઈડિયા ક્યાંથી આવ્યો તે અંગેનો સવાલ પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે, મહિલાઓની હેલ્થની અવગણના કરવામાં આવે તેવા પિતૃપ્રધાન સિસ્ટમનો આપણે ભાગ છીએ. માસિક સ્ત્રાવ દરમિયાન મહિલાઓ સાથે આપણે ભેદભાવ કરીએ છીએ, તેમને કોઈ અડતું પણ નથી હોતું, ત્યારે મારા મતવિસ્તારની તમામ મહિલાને મદદ કરવાનો વિચાર કર્યો. મેવાણીએ કહ્યું કે તે વડગામમાં સેનિટરી પેડનું નાનું એકમ શરૂ કરીને ત્યાંની મહિલાઓને રોજગાર પણ આપશે.
ઈન્ટરનેશનલ વુમન્સ-ડે પર જીજ્ઞેશ મેવાણીએ આ અંગે જાહેરાત કરી હતી. ઓછામાં ઓછી કિંમતે સેનિટરી પેડ ઉપલબ્ધ કરાવવામાં આવે તે અંગેની શક્યતાઓ ચકાશવામાં આવશે તેવું જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું.
અમદાવાદઃ દલિત એક્ટિવિસ્ટ અને વડગામથી સ્વતંત્ર ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ગુજરાતનો પહેલો ‘પેડમેન’ બનવા જઈ રહ્યો છે. જીજ્ઞેશ મેવાણીએ પોતાના મતવિસ્તારમાં મહિલાઓને સસ્તા ભાવે સેનિટરી પેડ ઉપલબ્ધ કરાવવાની યોજના ઘડી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -