સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ: ગીર-સોમનાથનું સનવાવ અને કનેરી ગામ આખું પાણીમાં ડૂબ્યું, આવી છે સ્થિતિ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઊના તાલુકામાં સતત વરસાદ પડી રહ્યો છે. દરિયાનાં કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ પડતા અનેક ગામમાં પાણી ઘૂસ્યા હતાં. ઊનાનાં 8 હજારની વસ્તી ધરાવતા સૈયદ રાજપરા ગામમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો, જેના પગલે ગામમાં ગોઠણ સમા પાણી ભરાઇ ગયા હતાં. ગામની શાળામાં પાણી ભરાઇ ગયા હતાં.
સૈયદ રાજપરામાં ભરાયેલા પાણીનો 70 થી 100 ફૂટ ઉપરથી ડ્રોનથી તસવીર લેવામાં આવી છે. સમગ્ર ગામ પાણીમાં ગરક દેખાઇ રહ્યું છે. આ ગામમાં ધારા બંદર અને આસપાસનાં 4 હજાર જેટલા લોકો પણ અહીં આવે છે.
જંગલનું પાણી ગીરગઢડાના કોદીયા ગામે આવેલ મચ્છુન્દ્રી ડેમ ભરાઇ જતાં ડેમ ઓવરફલો થઇ ગયો હતો અને નીચેના 25 ગામને એલર્ટ કરાયાં હતાં. વરસાદે આગાહીનાં પગલે ખાનાખરાબી ન સર્જાઇ તે માટે એનડીઆરએફની ટીમ ઉતારવામાં આવી હતી.
સાવરકુંડલાના ધોબા ગામે ત્રણ કલાકમાં 6 ઈંચ વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત 400થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જ્યારે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં અડધાથી લઈ બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઉના તાલુકાના કનેરી, કણાકિયા, સનવાવ ગામના પૂરમાં ફસાયેલા 85 લોકોને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરવાની સ્થાનિક તંત્રએ મદદ માંગી છે. આ ગામના લોકોને હેલિકોપ્ટરથી સીમાસી ગામમાં ખસેડવાની મદદ માંગવામાં આવી છે.
ઉના: શનિવારે સૂત્રાપાડાના ધામળેજમાં વધુ 11 ઈંચ અને કોડીનારમાં 6 ઈંચ, માળીયાહાટીના પંથકમાં 24 કલાકમાં 18 ઈંચ ખાબક્યો હતો. જેના કારણે ભાખરવડ ડેમ અઢી ફિટે ઓવરફ્લો થતાં માળીયા સહિતના વિસ્તારોમાં પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા હતાં.
ઊના અને ગીરગઢડા પંથકમાં સાબેલાધાર વરસાદ પડ્યા બાદ શનિવાર રાત્રીથી સવારના 6 વાગ્યા સુધીમાં વધુ 4 ઇંચ વરસાદ પડતા નદીઓમાં ઘોડાપુર આવ્યા હતાં અને બંદર કાંઠા તેમજ નદી નજીકના ગામોમાં ગોઠણસમા પાણી વહેતા થઇ ગયાં હતાં.
ધામળેજમાં મોસનો કુલ વરસાદ 35 ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગરમાં મુશળધાર વરસાદના કારણે 3 કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જ્યારે જેસરમાં 7 કલાકમાં 9 ઈંચ વરસાદ પડ્યો હતો. ઝાલાવાડમાં રાણપુરમાં 3, ધંધૂકામાં બે ઈંચ, સાયલામાં અઢી ઈંચ અને લીંબડીમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.
સૈયદ રાજપરામાં પાણી ભરાતા ડે.કલેકટર, મામલતદાર, એનડીઆરએફની ટીમ પહોંચી ગઇ હતી. હાલ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરેલા છે અને ગામમાંથી પાણી નિકાલની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ગામમાં સિઝનનો 17 થી 20 ઇંચ વરસાદ પડ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -