પરેશ ધાનાણીએ હારનો સ્વીકાર કરી ભાજપની જીત પર શું કર્યા આક્ષેપો? જાણો વિગત
પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, કમનસીબે સત્તામાં બેઠેલા લોકોએ સામ, દામ, દેડ, ભેદનો ઉપયોગ કરી જીત મેળવી છે. EVMએ માનવસર્જિત મશીન છે અને એમાં બધું જ શક્ય છે. વિકાસશીલ દેશોએ EVM પર પ્રતિબંધ લગાવી દીધો છે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે હારની સ્વીકાર કરી આક્ષેપ કર્યો હતો કે, ભાજપે જસદણમાં સરકારી મશીનરીના દુરઉપયોગ કરી જીત મેળવી છે. જસદણમાં લોકોની સમસ્યા અને ખેડૂતો ખરાબ હાલતમાં છે. યુવાનો બેરોજગાર છે એમની મજબૂરીઓનો રાજકીય લાભ લેવામાં સરકાર સફળ રહી છે.
કોંગ્રેસના પરેશ ધાનાણીએ જસદણ ચૂંટણીના પરિણામ બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હારનો સ્વીકાર કર્યો હતો. આ સમયે પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, જનતાએ જે જનાદેશ આપ્યો છે તેનો સ્વીકાર કરું છું. કુંવરજીભાઈ અને સરકારને જીત બદલ અભિનંદન આપું છું.
રાજકોટ: જસદણ પેટા ચૂંટણી ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાને 90,268 મત મળ્યાં હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નાકિયાને 70,283 મત મળ્યાં હતાં. એટલે કે ભાજપના કુંવરજીની 19,985 મતથી જીત થઈ છે. ત્યારબાદ એકબાજુ ભાજપ જીતનું જશ્ન મનાવી રહી છે ત્યારે કોંગ્રેસ હાર કબુલ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -