જયંતિ ભાનુશાળીના દબાણથી મનીષા સામે ખોટી ફરિયાદ કરી હતી, જાણો કોણે કરી આ કબૂલાત
જેના આધારે મનીષા તેને બ્લેકમેઈલ કરતી હતી અને ખંડણી પેટે રૂપિયા લાખો રૂપિયાની માગણી કરતી હતી. જો તે ચૂકવણું ન કરે તો દુષ્કર્મના આરોપસર તેને જેલમાં ધકેલી દેવાની પણ ધમકી આપવામાં આવી હતી. અજય ઠક્કરે ફરિયાદમાં એવું નોંધાવ્યું હતું કે ઘટના 15મી ડિસેમ્બરની છે પરંતુ ત્યારે તે ગભરાયેલો હોવાથી તેણે પોલીસનો સંપર્ક નહોતો કર્યો.
અજય ઠક્કર અબડાસાનો વતની છે અને હાલ મુંબઈમાં રહે છે. અજય ઠક્કરે 16મી જૂને એવી ફરિયાદ નોંધાવી હતી કે, 15મી ડિસેમ્બરના રોજ મનીષાએ તેના અબડાસા સ્થિત ઘરે તેને બોલાવ્યો હતો. ત્યારે મનીષાએ તેને દૂધમાં કોઈ કેફી પદાર્થ નાખી તેને બેભાન કર્યો હતો અને ત્યારબાદ તેની નગ્નાવસ્થાની વીડિયો ક્લિપ ઉતારી હતી.
નલિયા પોલીસ સ્ટેશનની ફરિયાદ રદ કરવા મનીષાની રજૂઆત હતી કે અત્યારે તે સુનિલ ભાનુશાળીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ખંડણી-છેતરપિંડીના આરોપસર નોંધાવેલી ફરિયાદના અનુસંધાને સાબરમતી જેલમાં છે. નલિયા પોલીસ સ્ટેશનમાં અજય ઠક્કરે 16મી જુનના રોજ નોંધાવેલી ફરિયાદમાં હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી તેથી તે ફરિયાદ રદ કરવા અરજી કરી રહી છે.
જેમાં અજય ઠક્કરે એવી પણ કબૂલાત કરી છે કે તેણે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળીના દબાણથી આ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાવીને મનીષા સાથે બદલો લેવા જયંતિ ભાનુશાળીએ તેને સલાહ આપી હતી તેવો એકરાર પણ અજય ઠક્કર દ્વારા કરાયો હતો.
નલિયા પોલીસ સ્ટેશનમાં નોંધાલેવી ફરિયાદ રદ કરવા માટે મનીષા ગોસ્વામીએ હાઈકોર્ટમાં પીટિશન કરી હતી. જેની સુનાવણીમાં ફરિયાદી અજય ઠક્કર હાજર રહ્યો હતો. કોર્ટે અજય ઠક્કરની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે, તેણે રાજકીય દબાણમાં આવી આ ફરિયાદ નોંધાવી હતી. જોકે કોર્ટના પૂછવા છતાં તેણે આ ફરિયાદ કોના કહેવાથી નોંધાવી છે તેનો જવાબ આપ્યો નહતો અને ટાળી દીધું હતું. પરંતુ મનીષા ગોસ્વામીએ રજૂ કરેલી અરજીમાં અજય ઠક્કરનું સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું.
ખોટી ફરિયાદ નોંધાવવાની બાબતને અતિ ગંભીર ગણાવી જસ્ટિસ સોનિયા ગોકાણીએ 30મી જુલાઈના રોજ નલિયા ડિવીઝનના ડી.વાય.એસ.પી. અને અત્ય તપાસનીશ અધિકારીઓને દસ્તાવેજી પુરાવાઓ સાથે હાજર થવા આદેશ આપ્યો છે. હાઈકોર્ટે નોંધ્યુ છે કે, આ કેસમાં જે બાબતો બહાર આવી છે તે અતિગંભીર છે. તેથી પોલીસે કેવા સંજોગોમાં ફરિયાદ નોંધી છે તે જાણવું જરૂરી છે.
અમદાવાદ: જયંતી ભાનુશાળીએ દુષ્કર્મ મામલે રોજ નવો-નવો વળાંક આવી રહ્યો છે. ત્યારે જયંતિ ભાનુશાળીના દબાણથી અને મનીષા ગોસ્વામી સાથે બદલો લેવાની ભાવનાથી નલિયા પોલીસ સ્ટેશનમાં મનીષા વિરૂદ્ધ ખોટી ફરિયાદ નોંધાવી હતી આવો ઘટસ્ફોટ ફરિયાદી અજય ઠક્કરે હાઈકોર્ટ સમક્ષ કર્યો હતો.