લાંબા સમય બાદ બૉલીવુડનો આ એક્ટર દેખાશે ગુજરાતી ફિલ્મમાં, શું છે રૉલ ને ક્યારે થશે રિલીઝ, જાણો વિગતે
આ ફિલ્મ અમદાવાદ અને આબુમાં શૂટ કરવામાં આવી છે. ફિલ્મ ઉનાળામાં શૂટ કરવામાં આવી હતી, જેને પુરી થતા 25થી 28 દિવસ લાગ્યા હતા.
અમદાવાદઃ બૉલીવુડની સાથે સાથે હવે ગુજરાતી ફિલ્મો પણ સુપરસ્ટાર એક્ટર ભૂમિકા નિભાવવા લાગ્યા છે. આ કડીમાં હવે ગુજરાતી ફિલ્મોથી બૉલીવુડ સુધી પહોંચેલો એક્ટર કિરણ કુમાર પણ જોડાઇ ગયો છે. કિરણ કુમાર પોતાની અપકમિંગ ગુજરાતી ફિલ્મમાં લીડ રૉલમાં જોવા મળશે.
'હવે થશે…બાપ રે…' ફિલ્મના ડાયરેક્ટર નીરવ બારોટ છે. ફિલ્મમાં સુપરસ્ટાર એક્ટર કિરણ કુમાર KKનું પાત્ર ભજવી રહ્યા છે. ઉપરાંત અભિનેત્રી કુમકુમ દાસ કે જે KKની પત્ની અને અભિનેત્રી ક્રિના શાહ ફિલ્મમાં KKની વહુ આરતીનું પાત્ર ભજવી રહી છે.
માહિતી પ્રમાણે, આગામી 18, જાન્યુઆરી, 2019ના રોજ કિરણ કુમાર અભિનીત ગુજરાતી ફિલ્મ 'હવે થશે…બાપ રે…' રિલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મનુ વિષય-વસ્તુ પારિવારિક છે. સમગ્ર ફિલ્મ એક પરિવાર પર અને તેના વ્યવહારો પર આધારિત છે.