નાયબ મુખ્યમંત્રી બનવાની વાતને લઈને કુંવરજી બાવળિયાએ શું કરી સ્પષ્ટતા, જાણો વિગત
કુવંરજી બાવળિયાએ કહ્યું હતું કે, પાર્ટીનો જે આદેશ હોય તે સ્વીકારીશ. નાયબ મુખ્યમંત્રી બનવાની વાત ઉપજાઈ કાઢવામાં આવી છે. અખિલ ભારતીય કોળી સમાજનાં પ્રમુખ પદે બિરાજવાની વાત છે ત્યાં સુધી તેમણે જણાવ્યું હતું કે, હું સમાજની સેવા કરતો રહીશ. સૌરાષ્ટ્રમાં અમારી જ્ઞાતિ, પાટીદાર કે અન્ય સમાજનાં વિકાસ માટે હું સતત તત્પર રહીશ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકુંવરજી બાવળિયાએ આ વાતને લઈને સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, આ વાતમાં કોઈ જ તથ્ય નથી. અમે પાર્ટીનાં આદેશ ઉપર ચાલીએ છે. દિલ્હીમાં પીએમ મોદી અને અમિત શાહ સાથેની મુલાકાતને લઈને તેમણે કહ્યું હતું કે, ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીનાં અધ્યક્ષ અમિત શાહની શુભેચ્છા મુલાકાત માટે દિલ્હી ગયો હતો. આ માટે કોઈ આ પ્રકારની વાતો કરતું હોય તો તેમાં કોઈ તથ્ય નથી. અમે પક્ષનાં આદેશને શિરોમાન્ય કરીને ચાલનારા છીએ.
ગાંધીનગર: જસદણ પેટા ચૂંટણીમાં જીત મેળવીને રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવનારા કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ ઉપરાંત કુંવરજી બાવળિયાને લોકસભાની ચૂંટણીને લઈને મહત્વની જવાબદારી સોંપાઈ શકે છે. આ વાતની વચ્ચે પોતે કુંવરજી બાવળિયાએ સ્પષ્ટતા કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -