Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
સ્વામિનારાયણ સંપ્રદાયના આ મોટા ગાદીપતિને કોર્ટે ફટકારી સાત દિવસની કેદની સજા, જાણો શું છે કારણ?
વડતાલ સ્વામીનારાયણ મંદિરના ગાદિપતિના વિવાદને લઈને મહત્વના ચુકાદાને પગલે આજે વડતાલ મંદિર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. પોલીસે મંદિર પરિસરની આસપાસમાં આવેલી દુકાનો બંધ કરાવી દીધી હતી. કોર્ટે વર્તમાન ગાદીપતિ રાકેશપ્રસાદની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદક્ષિણ ઝોન સત્સંગ મહાસભાએ એક ઠરાવ કરીને તેમને પદ પરથી હટાવી દીધા હતા. અજેન્દ્રપ્રસાદ આ મામલે કોર્ટમાં ગયા હતા. 11 જુનના દિવસે થયેલી સુનાવણી વખતે ન્યાયાધીશ રજા પર હોવાથી આ કેસની સુનાવણી 22મી જૂન પર મુલતવી રાખવામાં આવી હતી.જે બાદ 16 જુલાઈની તારીખની મુદ્દત પડી હતી.
અમદાવાદઃ વડતાલ સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિના વિવાદમાં નડિયાદ સેશન્સ કોર્ટે અજેન્દ્રપ્રસાદને સાત દિવસની જેલની સજા ફટકારી છે. કોર્ટે અજેન્દ્રપ્રસાદને તમામ હોદ્દાઓ પરથી દૂર કર્યા છે. તેમજ કોર્ટના આદેશનો અનાદર કરવા બદલ તેમને સાત દિવસની સજા ફટકારવામાં આવી હતી.
કોર્ટે અજેન્દ્રપ્રસાદ જાતે કે પોતાના પુત્ર નૃગેન્દ્રપ્રસાદ મારફતે આચાર્યપદની કોઈ પણ કામગીરી કરી નહીં શકે કે હક્ક નહીં ભોગવી શકે તેવો આદેશ કોર્ટે આપ્યો છે. આ ઉપરાંત સિવિલ કોડ 39 અને 34 2ના ભંગ બદલ આચાર્ય અજેન્દ્રપ્રસાદને સાત દિવસની કેદની સજા ફટકારી છે.
1984માં અજેન્દ્રપ્રસાદની ગાદીપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. અજેન્દ્રપ્રસાદને દક્ષિણ દેશ વિભાગ સત્સંગ મહાસભા દ્વારા 31 જાન્યુઆરી 2003ના દિવસે ગાદીસ્થાન પરથી પદભ્રષ્ટ કરાયા હતા. તેમના પર આરોપ મૂકાયો હતો કે તેઓ નિયમ પ્રમાણે પાર્ષદોને દીક્ષા નથી આપતા તથા ચરણભેટ પણ જમા નથી કરાવતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -