પાકિસ્તાનની જેલમાં બંધ 18 વર્ષની નાના ગુજરાતી માછીમારોનું અધિકારીઓ કઈ રીતે કરતા શારીરિક શોષણ, જાણીને ચોંકી જશો
પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઈ બહાર નીકળતા ભારતીય કેદીઓ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ તેના દીકરાના લગ્ન હોય અને પૈસાની જરૂરિયાત હોવાથી પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટે તે ફરી ભારતીય સમુદ્રી સીમા ઓળંગી અને પાકિસ્તાનની સીમા સુધી પહોંચ્યો હતો. અને ફરી પાછો પાકિસ્તાનની જેલમાં પહોંચી ગયો હતો.
આ માછીમારે પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે અગાઉ પણ તે પાકિસ્તાનની જેલમાં એક વર્ષ સુધી સબડ્યો હતો. અને તેમણે અપાર યાતનાઓ વેઠી હતી. પ
વધારે શાક-રોટલી માંગવામાં આવે તો મારપીટ પણ કરતા હતા. પાકિસ્તાનની જેલમાંથી એક-એક દિવસ કાઢવો અમારા માટે ઘણો મુશ્કેલ બની રહ્યો હતો.
પાકિસ્તાનની જેલમાં અમને જમવામાં સવારે એક રોટલી, બપોરે બે રોટલી-શાક અને સાંજે બે રોટલી-શાક-ખીચડી આપવામાં આવતા. આ દરમિયાન પણ પાકિસ્તાની અધિકારીઓ કાનમાંથી કીડા પણ ખરી પડે તેવી ગંદી ગાળો આપતા હતા.
તેણે વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાનની જેલમાં રહેલા સગીર ભારતીય માછીમારો સાથે જેલના અધિકારીઓ શારીરિક અપડપલા કરતાં હતા. અમને રાખવામાં આવેલા જેલના રૂમમાં 130 કેદીઓ હતા. જેલમાં 10 જેટલા ભારતીય માછીમારો 18 વર્ષથી ઓછી ઉંમરના હતા. આ માછીમારો જ્યારે બહાર નીકળે ત્યારે પાકિસ્તાની અધિકારીઓ તેમને પોતાની પાસે બોલાવી હાથ-પગ, માથુ દબાવવા અને શરીરની માલિશ કરવાનું કહેતા હતા. તેથી આ છોકરાઓ અમારી નજરથી દૂર ન જાય તે માટે અમે તેમને ત્યાં જ નાનું-મોટું કામ કરાવતા હતા.
રમેશે આપવીતિનું વર્ણન કરતાં જણાવ્યું કે, અમે 5 લોકો હતો. પકડીને લઈ જવાયા બાદ અમને ત્યાંની કોર્ટમાં રજૂ કરાયા પછી દાડી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. અમારી પાસે જે કંઈ વસ્તુઓ હતી તે જપ્ત કરી લેવામાં આવી હતી. પાકિસ્તાનની જેલમાં અધિકારીઓ અમને ભુંડી ગાળો આપતા અને અપમાનજનક વર્તન કરતા હતા. શરૂઆતમાં અમને આ બધું નવું લાગતું પણ ધીમે ધીમે ટેવાઇ ગયા હતા.
પોરબંદરઃ પાકિસ્તાન તાજેતરમાં મુક્ત કરવામાં આવેલા 146 માછીમારોમાં એક માછીમાર પોરબંદરનો પણ હતો. પોરબંદર પહોંચ્યા બાદ તેણે તેમના પર પાકિસ્તાનની જેલમાં ગુજારવામાં આવેલા અત્યાચાર અંગે જણાવ્યું હતું. રમેશ ચૌહાણ નામના માછીમારે કહ્યું કે, માર્ચ 2017માં દરિયામાં માછીમારી કરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની અધિકારીઓ દરિયામાંથી જ પકડીને લઇ ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -