ગુજરાત કોંગ્રેસના આ દિગ્ગજ નેતાના પિતાશ્રીનું નિધન, જાણો ક્યારે નિકળશે અંતિમયાત્રા?
સાતવે લખ્યું છે કે, વિપક્ષના નેતા પરેશ ધાનાણીના પિતાશ્રીનું અચાનક અવસાન થતાં દુઃખની લાગણી અનુભવી રહ્યો છું. ભગવાન ધાનાણી પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. સદગતની આત્માની શાંતિ માટે હું પ્રાર્થના કરું છું.
અમદાવાદઃ વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના પિતાશ્રી ઘીરૂભાઈનું નાતાલના દિવસે નિધન થયું હતું. અમરેલી ખાતે રહેતા ધાનાણીના પિતા ધીરૂભાઈ રવજીભાઈ ધાનાણીનું લાંબી બીમારી બાદ નિધન થયું હતું. તેમની અંતિમયાત્રા આજે અમરેલી ખાતે આવેલા તેમના નિવાસ્થાનેથી બપોરે ત્રણ વાગ્યે નીકળશે.
ધાનાણીએ જણાવ્યું કે, મારા પિતાશ્રીની સ્મશાનયાત્રા આજે 26 ડિસેમ્બરના રોજ બપોરે 3 કલાકે અમારા ગજેરાપરા, અમરેલી ખાતેના નિવાસ સ્થાનેથી નિકળશે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સદગતને શ્રધ્ધાંજલિ આપી છે.
આ યાત્રામાં કોંગ્રેસના અનેક નેતાઓ હાજર રહેશે. આ અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ઈશ્વર ઈચ્છા બળવાન. અમારા પૂજ્ય પિતાશ્રી ધીરૂભાઈ રવજીભાઈ ધાનાણીનુ 25 ડિસેમ્બરના રોજ દુઃખદ અવસાન થયેલ હોય ઈશ્વર એમના આત્માને શાંતિ અર્પે એવી હૃદયથી પ્રાર્થના કરું છું.