સરદાર પટેલની જન્મજંયતિએ હાર્દિક પટેલ ખેડૂતોના કયા મુદ્દાઓને લઈને ગજવશે સભા? જાણો વિગત
જૂનાગઢના વંથલી ગામે સરદાર પટેલની જન્મજંયતિએ ખેડૂતોનું દેવું માફ કરવું, ખેડૂતોને સિંચાઈ વીમો, ખેડૂતોને 24 કલાક વીજળી, અછતના સમયે પણ ખેડૂતોને પાણી મળે અને સિંચાઈ રક્ષા સાધનો પર સરકાર સબસિડી આપે સહિતના મુદ્દાઓ પર હાર્દિક સભા સંબોધશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, સરદાર પટેલની જન્મજંયતિએ જૂનાગઢના વંથલી ગામે સાંજે 4 વાગ્યે ખેડૂત સત્યાગ્રહ અને જનસભા યોજાશે. જેમાં ખેડૂતોના દેવામાફી સહિતના મુદ્દાઓને લઈ સરકાર સામે હુંકાર કરીશ.
જૂનાગઢ: આગામી 31મી ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજંયતિએ એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું લોકાર્પણ કરવાના છે. ત્યારે બીજી તરફ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ જૂનાગઢમાં જૂની માંગણીઓને લઈ ખેડૂત સત્યાગ્રહ આંદોલન કરવાનો છે, આ ઉપરાંત હાર્દિક પટેલ જનસભાને પણ સંબોધન કરશે જ્યારે સરકાર વિરુદ્ધ હલ્લાબોલ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -