આજે બીજા તબક્કાનું મતદાન, PM મોદી, જેટલી, અડવાણી સહિતના મોટા નેતા ક્યાં કરશે મતદાન, જુઓ
બીજી તરફ કોંગ્રેસના મુખ્યમંત્રી પદના દાવેદાર મનાતા દિગ્ગજ નેતા શક્તિસિંહજી ગોહિલ પણ આવતીકાલે તા.14 ડિસેમ્બર, ના રોજ સવારે 11:00 કલાકે ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે મતદાન કરવા માટે જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતરફ નીતિન ભાઇ પટેલ પણ કડી ખાતે સંસ્કાર ભારતી શાળાથી સવારે 10 વાગે મતદાન કરશે.
ગુજરાતમાં ભૂતપૂર્વ અને પહેલા મહિલા મુખ્યમંત્રી તેવા આનંદીબેન પટેલ પણ ઘાટલોડિયા ખાતે મતદાન કરશે. આનંદીબેન પણ પરિવાર સાથે શીલજ પ્રાથમિક શાળાથી સવારે મતદાન કરશે તેમ જાણવા મળ્યું છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ નારણપુરા વિસ્તારથી ગુરુવારે સવારે 9 વાગે મતદાન કરશે. આ માટે તે નારણપુરા સબઝોનલ ઓફિસ જશે. અને પોતાનો અમૂલ્ય મત આપશે.
આ ઉપરાંત ભાજપના દિગ્ગજ નેતા એલ.કે.અડવાણી પણ ગુરુવારે જમાલપુર ખાડિયાની મતદાન કરશે. ખાનપુરની શાહપુર શાળા ખાતે એલ.કે. અડવાણી પરિવાર સાથે મતદાન કરવા પહોંચે તેમ મનાઇ રહ્યું છે.
નાણાં મંત્રી અરુણ જેટલી પણ વેજલપુરથી ચીમનભાઇ ઇન્સ્ટીટ્યૂટમાં જઇને મતદાન આપશે.
ગુજરાત વિધાનસભાના બીજા તબક્કામાં સાબરમતીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મતદાન કરશે. રાણીપ પાસે આવેલ નિશાન હાઇસ્કૂલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યા જેવા મતદાન કરવા રવાના થશે તેમ જણાવા મળ્યું છે.
અમદાવાદ: ગુજરાત વિધનસભાની ચૂંટણીને પ્રથમ તબક્કાનુ મતદાન પૂર્ણ થયા બાદ આજે બીજા તબક્કાનું મતદાન થવા જઇ રહ્યું છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજ નેતાઓ આજે પોતાનો મત્વનો મત આપી લોકશાહીના પર્વની ઉજવણી કરશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત વિધાનસભાની ચૂંટણીના જેમ આ વખતે પણ રાણીપની નિશાન વિદ્યાલય ખાતેથી 11.45 વાગ્યે મતદાન કરશે, મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ચૂંટણી કાર્ડમાં તેમના ભાઇ સોમભાઇ મોદીના ઘરનું સરનામું હોવાથી તે ધણા વર્ષોથી રાણીપમાઁથી મતદાન કરતા આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -