✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાટીદાર આંદોલનકારી હાર્દિક પટેલ સામે વધુ એક ફરિયાદ, જાણો શું છે કેસ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Jan 2018 11:18 AM (IST)
1

સિદ્ધપુરના ગાગલાસણ રોડ પર એપલ રેસીડેન્સી ખાતે 10 ડિસેમ્બરે પાટીદાર સમાજની જાહેર સભા કરવા માટે મંજૂરી મેળવવામાં આવી હતી પણ હાર્દિક પટેલે સાંજે 16થી 18 કલાક સુધી સભા સંબોધીને પરવાનગીની શરતોનો ભંગ કર્યો હતો.

2

તેમાં તેઓને બિન રાજકીય સભા માટે મંજૂરી આપવામાં આવી હતી તે શરતનો ભંગ કર્યો હતો. તેમાં લણવા ગામના યોગેશભાઇ પ્રહલાદભાઇ પટેલે મદદગારી કરી હતી. જે અંગે ચાણસ્મા મામલતદાર કિશોરભાઇ ગુલાબભાઇ ગઢવીએ ચાણસ્મા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતાં પીઆઇ કે.એમ.પ્રિયદર્શી તપાસ કરી રહ્યા છે.

3

હાર્દિક પટેલ સામે સર્કલ ઓફિસર એ એ ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. પાટણના સિદ્ધપુર અને લણવા ખાતે વિધાનસભાની ચૂંટણી અગાઉ હાર્દિક પટેલે સભાઓ સંબોધી હતી પણ તેમાં તંત્રની મંજૂરીની શરતોનો ભંગ કરવા બદલ ઈપીકો કલમ 188 અને 114 મુજબની ફરિયાદો એક મહિના પછી સિદ્ધપુર અને ચાણસ્મા પોલીસ સ્ટેશને મામલતદાર દ્વારા કરાઇ છે. જેમાં અન્ય બે શખ્સોને મદદગારીમાં ફરિયાદમાં લેવાયા છે.

4

જામનગરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. હાર્દિક પટેલ સામે લણવા, સિદ્ધપુર, અને સુરત પછી હવે જામનગરમાં પણ પોલીસ ફરિયાદ થઈ છે. બે મહિના પૂર્વે ધુતારપુર ગામે યોજાયેલ સભામાં શરતભંગ થવા અંગે પાસ કન્વીનર હાર્દિક પટેલ અને સભાની મંજૂરી માંગનાર તાલુકા પાસ કન્વીનર અંકિત ઘાડીયા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.

5

કુંવારા ગામના ગૌરવભાઇ રમેશભાઇ પટેલ મદદગારી હોવાની ફરિયાદ મામલતદાર હરીશભાઇ વસંતભાઇ ગોરે નોંધાવી છે. જેમાં પીએસઆઇ વી.એસ.ચૌહાણ તપાસ કરી રહ્યા છે. આજ રીતે ચાણસ્મા તાલુકાના લણવા ખાતે તેજ દિવસે સાંજે 19થી 21 કલાક સુધી તુલસી હોટલ સામે મેદાનમાં શરતોનો ભંગ કરી રાજ્યમાં કાયદો વ્યવસ્થા કથળે અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવું ભાષણ કર્યુ હતું.

  • હોમ
  • ગુજરાત
  • પાટીદાર આંદોલનકારી હાર્દિક પટેલ સામે વધુ એક ફરિયાદ, જાણો શું છે કેસ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.