ભાવનગર: 281 અનાથ દીકરીઓના અનોખા સમૂહ લગ્ન, જુઓ ડ્રોનની આવી છે તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત સરકારી યોજનાઓ જેવી કે સપ્તપદીના સાત ફેરા સમૂહ લગ્ન યોજના અને કુંવરબાઇના મામેરાના લાભ મળે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે. અહીંયા મેગા રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં 1000 બોટલ રક્તનો ટાર્ગેટ પુરો થયો હતો.
કરિયાવરમાં દીકરીઓને રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એર કૂલર, 12 જોડી કપડાં, સ્ટીલનો પલંગ, બ્લેન્ડર, સ્ટીલનો કબાટ, ખુરશી નંગ-6, પંખા, ટીપોઈ વગેરે આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જીતુભાઈ વાઘાણીએ પણ હાજરી આપી હતી. તેમનું સ્વાગત જીપમાં બેસાડી અને ઢોલ વગાડીને કરવામાં આવ્યું હતું. આ સિવાય મનસુખ માંડવીયા અને વિભાવરીબેને પણ હાજરી આપી હતી. જ્યારે ખોડલધામના નરેશ પટેલે પણ હાજરી આપી હતી. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને પરેશ ધાનાણીએ પણ હાજરી આપીને તરત નીકળી ગયા હતા.
ભાવનગરમાં પાટીદાર સમાજના લખાણી પરિવાર દ્વારા સૌથી મોટા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી સમાજની માતા-પિતા વગરની 281 દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવ્યા હતા.
આયોજક પરિવાર દ્વારા કન્યાઓને જીવન જરૂરિયાતની ગૃહઉપયોગી અનેક ચીજવસ્તુઓ કરીયાવર સ્વરૂપે આપવામાં આવી હતી.
આ સમુહ લગ્નોત્સવમાં લગ્નગ્રંથીથી જોડાનારી દીકરીઓ માટે ઓમ પાર્ટી પ્લોટ, ચિત્રા ખાતે મહેંદી રસમ યોજાઈ હતી. તેમજ દીકરીઓના પરિવારજનો માટે દાંડીયારાસ રાખવામાં આવ્યાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -