નવા શૈક્ષણિક સત્રથી ગુજરાતમાં ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓને કરી શકાશે નાપાસ
ભારત સરકારે ગુજરાત સરકારની આ રજૂઆતને ધ્યાને રાખીને ધોરણ 5 અને 8માં વિદ્યાર્થીને પાસ કે નાપાસ કરાશે તેવો આરટીઈ એક્ટ હેઠળ સુધારો લાવતો ખરડો સંસદમાં રજૂ કરાયો હતો. સપ્ટેમ્બર 2018માં તેને મંજૂર કરાયો હતો. સરકારે જૂન-2019થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી ધો. 5 અને 8માં વિદ્યાર્થીને પાસ કે નાપાસ કરવાનો નિર્ણય લીધો છે. જો કે ધો. 6 અને 7માં વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર: વર્ષ 2009માં યુપીએ સરકારે આરટીઈ એક્ટ હેઠળ ધોરણ 1થી 8માં પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓને નાપાસ નહી કરવાની જોગવાઈ કરી હતી. આવી નીતિને કારણે બાળકોનું શૈક્ષણિક સ્તર નબળું રહેતું હોવાની રજૂઆત ગુજરાત સરકારે વર્ષ 2014માં એનડીએ સરકારને કરી હતી. નાપાસ નહી કરવાની જોગવાઈના કારણે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા બગડતી હતી તેવી વારંવાર રજૂઆતો કરાઈ હતી. હવે કેન્દ્ર સરકારે ધો. 5 અને ધો. 8માં વિદ્યાર્થીઓને પરીક્ષા લઇને નાપાસ કરી શકાશે તેવો નિર્ણય કર્યો છે.
આ ખરડાને હવે રાજ્યસભામાં પણ મંજૂરી મળી છે. આમ સંસદના બંને ગૃહોમાં આ વિધેયક દાખલ કરી પસાર કરવા બદલ શિક્ષણ મંત્રી ચૂડાસમાએ ભારત સરકાર અને માનવ સંશાધન વિકાસ મંત્રીનો ગુજરાત સરકાર વતી આભાર માન્યો હતો. આ અંગે ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિહ ચુડાસમાએ કહ્યું કે, 'ભારત સરકારે ગુજરાત સરકારની રજૂઆતને ધ્યાનમાં લઇને ધો. 5 અને ધો. 8ની પરીક્ષામાં વિદ્યાર્થીને નાપાસ કરી શકાશે તેવો RTE એકટમાં સુધારો લાવતો ખરડો સંસદમાં સપ્ટેમ્બર-2018માં રજૂ કર્યો હતો. જેને હવે રાજયસભામાં પણ મંજૂરી મળી ગઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -