ગુજરાતમાં ખાનગી સ્કૂલોની ફી અંગેના કાયદા અંગે સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો આદેશ, જાણો વિગત
ગાંધીનગરઃ રાજયની ખાનગી શાળાઓની ફી પર નિયંત્રણ મૂકતા ગુજરાત સરકારના ફી નિયમનના કાયદાના અમલ મામલે શાળા સંચાલકોને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. આ કાયદાના અમલ સંદર્ભે ગુજરાત સરકાર બે સપ્તાહ સુધી કોઈ પગલાં નહીં લઈ શકે તેવો વચગાળાનો આદેશ સુપ્રીમ કોર્ટે કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચૂડાસમાએ જણાવ્યું હતું કે, શાળા સંચાલકોને હાલની ફીનું વાજબી૫ણું સિદ્ધ ક૨વાની તક અપાઈ છે તેથી શાળા સંચાલકોને અન્યાય નથી થતો. સાથોસાથ મનફાવે તેમ ફી વસૂલ કરીને કોઈ શાળા સંચાલક દ્વારા અન્યાય સહન નહીં કરાય. અલબત્ત સુપ્રીમ કોર્ટના આદેશને પગલે આ મામલો કાનૂની લડાઈમાં પાછો અટવાશે એવું લાગે છે.
ફી નિર્ધા૨ણ અંગેના કાયદા અંગે હાઈકોર્ટના ચૂકાદાના ૫ગલે ફી નિર્ધા૨ણ એકટની જોગવાઈઓ મુજબ ચાલુ વર્ષ અર્થાત 2017-18થી જ ફી નિર્ધા૨ણ અંગેના કાયદાઓનો જે તે શાળા દ્વારા અમલ થાય તે અંગે સત્વરે કાર્યવાહી કરાશે તેવી જાહેરાત પણ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી હતી.
આ અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે શાળા સંચાલકોને વચગાળાની પંદર દિવસની રાહત આપી છે. રાજય સ૨કારે કરેલા ફી નિર્ધા૨ણ એકટને હાઈકોર્ટે મંજૂરીની મહો૨ મારી પછી તેના તાત્કિલક અમલ માટે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ ક૨વાની જાહેરાત પણ કરી છે.
ગુજરાતની ખાનગી સ્વનિર્ભ૨ શાળાઓ માટે એફ.આ૨.સી. કમિટી દ્વારા નિર્ધારિત ક૨વામાં આવેલી શૈક્ષણિક ફી જ લેવાની જોગવાઈ કરતા ફી નિયમન કાયદાને હાઈકોર્ટે માન્ય રાખ્યો છે. ગુજરાત હાઈકોર્ટે રાજય સ૨કા૨ની ત૨ફેણમાં સ્પષ્ટ ચૂકાદો આપ્યો તેને શાળા સંચાલકોના એસોસિએશનો સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત સરકારને નોટિસ પણ આપી છે અને 1 ફેબ્રુઆરીના રોજ આગામી સુનાવણી રાખી છે. 1 ફેબ્રુઆરીએ આગામી સુનાવણી થાય ત્યાં લગી ગુજરાત સરકાર ખાનગી સ્કૂલોના સંચાલકો સામે કોઈ પગલાં નહીં લઈ શકે તેવા આદેશથી શાળા સંચાલકોને વચગાળાની રાહત મળી છે.
ખાનગી શાળાઓ આ કાયદા મુજબ જ વાલીઓ પાસેથી ફી વસૂલ કરે તે અંગે સત્વરે જરૂરી કાર્યવાહી ક૨વા અને એકટ સંબંધી જે તે જોગવાઈઓ અંગે વિગતવા૨ માર્ગદર્શન પુરું પાડવા ગાંધીનગ૨માં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની અધ્યક્ષતામાં જિલ્લા શિક્ષણાધિકારી, અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જણાવાયું હતું કે ફી નિર્ધા૨ણ કમિટી દ્વારા નકકી કરાયેલ જે તે શાળાની ફી ક૨તા વધુ ફી જો કોઈ શાળાએ વસૂલ કરી હશે તો તેણે વર્ષ 2017-18ના શૈક્ષણિક સત્રથી એટલે કે ચાલુ શૈક્ષણિક સત્રમાં જ જેતે શાળાના સંચાલકોએ લીધેલી ફી વાલીઓને સ૨ભ૨ ક૨વાની ૨હેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -