સુરતઃ યુવકને જાહેરમાં ચપ્પુના ઘા મારી હત્યારા ફરાર, હત્યાનું રહસ્ય અકબંધ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 May 2018 07:18 PM (IST)
1
ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને વધુ તપાસ હાથ ધરી છે. વીઆઈ કેનાલ રોડ પર આવેલા ડ્રિમ હાઉસની સામે જાહેરમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી
2
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં હત્યારાઓને પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં આંતરે દિવસે હત્યાના બનાવ સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટનામાં વીઆઈપી કેનાલ રોડ પર એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. બાઈક પર આવેલા કેટલાક ઈસમો યુવકને ચપ્પુના ઘા મારી ફરાર થઈ ગયા હતા
3
પ્રાથમિક તપાસમાં યુવકનું નામ રોહિત મોરિયા અને રિક્ષા ચાલક હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.