વિદેશી ગોરી અને ગુજરાતી વરના ‘શાહી’ લગ્ન, કેવી રીતે પ્રેમ પાંગર્યો જાણો વિગત
વડોદરાઃ હાલ લગ્નની મૌસમ ચાલી રહી છે ત્યારે પતિ-પત્ની તરીકેની જોડીનું સર્જન વિધિ- કુદરતે નક્કી કર્યું હોય ત્યાં જ થાય છે. આ ઉક્તિ વડોદરાના વૈષ્ણવ પરિવારના યુવક માટે સાચી ઠરી છે. કેનેડામાં અભ્યાસ કરતા વડોદરાના યુવકને બ્રાઝિલની યુવતી સાથે પ્રેમ પ્રાંગર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપુત્રી કેરેલેના ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન થતાં માતા-પિતા સહિત પરિવારજનો ખુશ થઈ ગયા હતાં. જ્યાં તેમણે કહ્યું હતું કે આવા લગ્ન અમે પહેલીવાર જોયા છે. હિન્દુ યુવક સાથે દાંપત્ય જીવનની કેડી પર પગરણ માંડનાર બ્રાઝિલની યુવતી સહિત તેના પરિવારજનોએ હિન્દુ સંસ્કૃતિથી અભિભૂત થઈ માંસાહારનો ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો હતો.
લગ્ન માટે બ્રાઝિલથી યુવતીની માતા નાડિયા સેરપા અને પિતા માર્કો સેરપા તેમજ તેના ભાઈ-ભાભી 7 દિવસ અગાઉ જાપાનથી વડોદરા આવી પહોંચ્યા હતા. મંગળવારે સવારે 9 વાગે પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલી ગણેશ પૂજા-મંડપ મુહુર્ત અને ગ્રહશાંતિની પૂજામાં યુવતી સહિત તેના માતા-પિતા, ભાઈ-ભાભી લગ્ન પ્રસંગના ભારતીય પોષાકમાં સજ્જ થઈને જોડાયા હતા.
યુવક-યુવતીએ લગ્ન સંબંધથી જોડાઈ જવાનું નક્કી કરતાં બંનેએ આ અંગે તેમના માતા-પિતાને વાત કરતાં બંનેનો પરિવાર સંમત થયો હતો. પરિવારજનોની સંમતિ બાદ મંગળવારે પાર્થ શાહ અને કેરેલેના માર્કોના લગ્ન વડોદરાના ગોરવા વિસ્તારના પાર્ટી પ્લોટ ખાતે યોજાયા હતા.
વડોદરાન સુભાનપુરા વિસ્તારની સૌરભપાર્ક સોસાયટીમાં રહેતા શૈલેષ શાહના પુત્ર પાર્થ કેનેડામાં અભ્યાસ કરતો હતો. અભ્યાસ દરમિયાન કેનેડામાં જ રહી અભ્યાસ કરતી મૂળ બ્રાઝિલની યુવતી કેરેલેના સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે અવાર-નવાર મળવાનું થતું હતું. જ્યારે ફોન પર અવર-નવર વાતો થતી હતી આ દરમિયાન બંનેની આંખો મળી ગઈ હતી.
યુવક-યુવતીએ તેમનાં પરિવારો સમક્ષ પ્રેમ-સંબંધ અંગે જણાવતા તમામની સંમતિથી વડોદરામાં હિન્દુ ધાર્મિક પરંપરા મુજબ લગ્ન યોજવામાં આવ્યા હતાં. આ પ્રસંગે નજીકના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જ્યાં લોકોએ હાજરી આપીને મજા માણી હતી. હિન્દુ યુવક સાથે દાંપત્ય જીવનની કેડી પર પગરણ માંડનાર બ્રાઝિલની યુવતી સહિત તેના પરિવારજનોએ હિન્દુ સંસ્કૃતિથી અભિભૂત થઈ માંસાહારનો ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો હતો.
જ્યોતિષ શાસ્ત્રી નયન જોશીએ યુવતી સહિતના તેના પરિવારજનોને હિન્દુ સંસ્કૃતિ મુજબ થતી લગ્નવિધિ તેમજ તેનું મહત્વ સમજાવ્યું હતું. સાંજે 7 વાગે આ સ્થળે જ પાર્થ અને કેરેલેનાએ લગ્નગ્રંથિથી જોડાઈને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સગાંસંબંધી-મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -