ડીસાઃ યુવતીને લગ્ન કરાવવાની લાલચ આપી ત્રણ શખ્સોએ ગુજાર્યો બળાત્કાર, જાણો પછી શું થયું?
આ અંગેની વિગતો એવી છે કે, ડીસાના કંસારી ગામની માનસી(નામ બદલ્યું છે)ના લગ્ન થઈ ગયા છે. જોકે, સાસરીમાં મનમેળ ન આવતાં પિયર આવી ગઈ છે અને પિયરમાં જ રહે છે. દરમિયાન આ યુવતીને કેટલાક શખ્સોએ અન્ય લગ્ન કરાવી આપવાની લાલચ આપી હતી.
લગ્નની લાલચ મળતાં માનસી આ શખ્સોની વાતમાં આવી ગઈ હતી અને તેમની સાથે જવા તૈયાર થઈ ગઈ હતી. માનસીને અન્ય જગ્યાએ લઈ ગયા હતા અને આઠમાંથી ત્રણે યુવતી સાથે પરાણે સેક્સ માણ્યું હતું. જ્યારે પાંચ લોકોએ તેને મદદગારી કરી હતી.
બળાત્કાર પછી પિયર પાછી ફરેલી યુવતીએ પરિવારજનોને સમગ્ર હકિકત જણાવતાં પરિવાર યુવતી સાથે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને આઠેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણ સામે બળાત્કાર અને પાંચ સામે મદદગારીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ડીસાઃ બનાસકાંઠા જિલ્લાના કંસારી ગામની યુવતીને આઠ લોકો લલચાવીને લઈ ગયા પછી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં નોંધાતા આખા ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે આઠેય શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.