સાવરકુંડલા: મહિલા PSIએ લાંચમાં કઈ વસ્તુ માંગી? જાણીને ચોંકી જશો
ફરિયાદીએ એસીબીને જાણ કર્યાં બાદ આરોપી પી.એસ.આઈને લાંચમાં એસી આપ્યું હતું. જ્યારે ફરિયાદી પોલીસ ક્વાર્ટરમાં રહેતા PSIના ઘરે એસી આપવા ગયો ત્યારે જ એસીબીએ તેને રંગેહાથ ઝડપી લીધા હતાં. એસીબીએ એસી માટેનું ઓરિજનલ બિલ જે ફરિયાદીના નામે હતું તે જપ્ત કરીને કંસાગરાની કરપ્શનના ચાર્જમાં ધરપકડ કરી છે.
ચેતના કંસાગરાએ આરોપીને કોર્ટમાં હાજર કરીને તેના વધુ રિમાન્ડ ન માગવા અને તેને પરેશાન ન કરવા માટે પૈસાની માગણી કરી હતી. ફરિયાદીને કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા હતા. તેને દર મહિને વંદા પોલીસ સ્ટેશનમાં હાજર થવા આદેશ અપાયો હતો. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે, ચેતના કંસાગરા કોર્ટના આદેશ બાદ પણ તેને પરેશાન કરતી હતી અને કહેતી જોકે લાંચ આપવાનું ચાલું રાખશે તો તેને દર મહિને પોલીસ સ્ટેશનમાં આવવાની જરૂર નહીં પડે.
એન્ટી કરપ્શન બ્યૂરોના તપાસ અધિકારી પ્રમાણે, ચેતના કંસાગરાએ આ પહેલાં પણ આરોપી પાસેથી 75 હજાર રૂપિયાની લાંચ લીધી હતી. આરોપી પર આઈપીસીની કલમ 306 હેઠળ વંદા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે.
અમરેલી: સાવરકુંડલા તાલુકાના વંદા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ સબ-ઈન્સ્પેક્ટર આરોપીને રિમાન્ડ પર ન લેવા માટે તેની પાસેથી લાંચમાં એસી લેતાં રંગેહાથ ઝડપાયા હતા. પીએસઆઈ ચેતના કંસાગરાને સાવરકુંડલા પોલીસ ક્વાર્ટર્સમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા.