પીઢ અભિનેતા-દિગ્દર્શક કૃષ્ણકાંત ભુખણવાલાનું 94 વર્ષની વયે નિધન
ગુજરાતી અને હિન્દી ફિલ્મોના પીઢ અભિનેતા-દિગ્દર્શક કૃષ્ણકાંત મગનલાલ ભૂખણવાલાનું 94 વર્ષની વયે હ્દય રોગનાં હુમલાથી નિધન થયું છે. તેમણે સુનિલ દત્ત, અમિતાભ બચ્ચન, રાજ કપુર, રાજેશ ખન્ના, દિલીપકુમાર, દેવ આનંદ, મધુબાલાથી માંડીને સ્મિતા પાટિલ જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યુ હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકે.કે. ભુખણવાલાએ ૧૩ ગુજરાતી અને બે હિન્દી ફિલ્મોના દિગ્દર્શન સાથે ગુજરાતી, હિન્દી, બંગાળી અને અંગ્રેજી ભાષાની ૧રપથી વધુ ફિલ્મો, ટીવી-સિરિયલો તથા નાટકોમાં અભિનય કર્યો હતો. તેમની અંતિમવિધી મંગળવારે બપોર પછી કરાશે. (તસવીર: 2013માં કે.કેની ઓટોબાયોગ્રાફી પ્રકાશિત થઈ હતી)
તેમની જાણીતી હિન્દી ફિલ્મોમાં 'દિલ સે', 'પરવરિશ', 'સીમા', 'દો બીઘા જમીન', 'આરાધના' ‘જાગતે રહો’, ‘શર્મિલી’, ‘ત્રિમૂર્તિ’નો સમાવેશ થાય છે. જ્યારે દિગ્દર્શક તરીકે કે.કે. એ 15 જેટલી ફિલ્મો કરી છે. જેમાં ગુજરાતીમાં 'ડાકુરાણી ગંગા', 'જોગ સંજોગ', 'ઘર-સંસાર', 'મા-દિકરી', ‘પ્રેમ લગ્ન’ જેવી ફિલ્મો આપી ગયાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -