ભાજપનો ખેસ પહેરનાર પાસ કન્વીનર મનોજ પનારાએ શું કરી સ્પષ્ટતા? જાણો વિગત
મનોજ પનારાએ જણાવ્યું હતું કે, તેઓ રોડ પર જઈ રહ્યા હતાં તે સમયે ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ ભૂત તેમજ જિલ્લા અગ્રણીઓ પ્રચાર કરવા નીકળ્યા હતા. ત્યારે પાટીદાર સમાજના આગેવાન તરીકે મનોજ પનારા ખેલદિલી પૂર્વક ભાજપના ઉમેદવારને અભિનંદન પાઠવવા ગયા હતા પરંતુ તે સમયે એક મહિલા ભાજપનો ખેસ પહેરાવીને ફોટો પાડી દીધો હતો. મેં તરત એ ખેસ પરત કરી આ પ્રકારની ખોટી પ્રવૃત્તિથી દુર રહેવા જણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોરબી નગરપાલિકાની પેટાચૂંટણીને કારણે હાલમાં મોરબીનો રાજકીય માહોલ ગરમાયો છે. તેવા સમયે જ ભાજપના ઉમેદવાર અને જિલ્લા ભાજપ પ્રમુખ સાથે પાસ કન્વીનર મનોજ પનારાના ભાજપનો ખેસ પહેરેલો ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. જોકે મનોજ પનારાએ આ ઘટનાને ભાજપનું નિમ્ન કક્ષાનું કૃત્ય ગણાવીને વાત કરતી વેળાએ કોઈ મહિલાએ ખેસ પહેરાવીને ફોટા વાયરલ કરી દીધા હોવાનું જણાવ્યું છે.
મનોજ પનારાએ જણાવ્યું હતું કે, પોતે ભાજપ વિરોધી જ છે અને રહેવાના. ભાજપે મારી ખેલદિલીને ઠેસ પહોંચાડી છે. સામા પક્ષે જિલ્લા ભાજપ રાઘવજીભાઈ ગડારાએ કહ્યું હતું કે, મનોજ અમારા ચૂંટણી પ્રચાર સમયે મળ્યાં હતાં. જોકે ભાજપમાં સતાવાર જોડાયા ન હોવાનું જણાવ્યું હતું.
મોરબી: મોરબી પાલિકાની પેટાચૂંટણીનો પ્રચાર જોર શોરથી ચાલી રહ્યો છે ત્યારે ભાજપના ઉમેદવાર અને જિલ્લા ભાજપ પ્રમુખ સાથે પાસ કન્વીનર મનોજ પનારાના ભાજપનો ખેસ પહેરેલો ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મોરબી જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે અને ચર્ચાનો વિષય બન્યો છે. જોકે મનોજ પનારાએ આ મામલે સ્પષ્ટતા કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -