ભાજપના દિગ્ગજ નેતા જંયતિ ભાનુશાળી કોણ હતા? જાણો આ રહી સંપૂર્ણ વિગત
જયંતી ભાનુશાળી કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના માજી ઉપ પ્રમુખ હતા. ભાનુશાળી 2007થી 2012 સુધી અબડાસાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. જયંતિ ભાનુશાળી છેલ્લા ઘણાં વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હતાં.
2007માં અબડાસા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા જેમાં તેમનો વિજય થયો હતો. આ ઉપરાંત 2012ની વિધાનસભા ચૂંટણી પણ લડ્યા હતાં જોકે તેમનો પરાજય થયો હતો.
જયંતિ ભાનુશાળી અબડાસા પાસેના કોઠારા ગામના વતની છે. 1980માં અબડાસા તાલુકા અને કચ્છ જિલ્લાના રાજકારણમાં સક્રિય થયા હતાં. જયંતિ ભાનુ શાળીનો તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિજય થયો હતો.
અમદાવાદઃ કચ્છ ભાજપના દિગ્ગજ નેતા જયંતી ભાનુશાળીની મોડીરાતે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. મોડી રાત્રે સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેનમાં જયંતી ભાનુશાળીને મોરબી માળીયા મીયાણી વચ્ચે ગોળી મારી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ ચાલુ ટ્રેનમાં જંયતિ ભાનુશાળીને આંખ અને છાતીમાં ગોળી મારવામાં આવી છે.