રાધનપુરઃ યુવકને MBBSમાં ભણતી યુવતી સાથે બંધાયા સંબંધ, અચાનક જ આવી ગયો અણધાર્યો વળાંક?

મહિલા ડોક્ટરે મને એની પ્રેમજાળમાં ફસાવીને ઉઘાડી લૂંટ જ ચલાવી હતી. મહિલા ડોક્ટર એ આજે મને ક્યાંયનો પણ નથી રાખ્યો એટલે મારે આજે મોતને ભેટવું પડે છે. બાકી જીવ તો મને પણ વહાલો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
છેલ્લે મરવા સમયે એક સુસાઈડ નોટ લખી ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. આ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મારા વ્હાલા વડિલો , મિત્રો મને માફ કરજો. હવે પછી હું તમારી વચ્ચે નથી. મારા મોત માટે જવાબદાર વ્યક્તિઓ 1) ડો. મહિલા( માનપુરા - વારાહી). ) અજાણ્યો શખ્સ ( માનપુરા) 3) અજાણ્યો શખ્સ (રાધનપુર).

સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામનો યુવાન પ્રજાપતિ દિનેશ એક કંપનીમાં ફરજ બજાવતો હતો. જોકે રાત્રે રાધનપુરની હોટલમાં રોકાઈને પોતાની પ્રેમીકા અને પ્રેમીકાના પરિવારજનોની પજવણીને લઈને ફેસબુક પર પ્રેમીકા સાથે કરેલ અંગત વોટ્સએપનું ચેટીંગ ફોટા શેર કર્યા હતા. યુવકને અભ્યાસ કરતી યુવતી સાથે સંબંધ પણ બંધાયા હતા.
પાટણ: ‘MBBSમાં ભણતી યુવતીએ મને પ્રેમજાળમાં ફસાવી ઉઘાડી લૂંટ ચલાવી, મારી જીંદગી હરામ કરી નાખી, મને ક્યાંયનો ન રાખ્યો એટલે મારે મોતને વહાલું કરવું પડ્યું’ આ દિનેશ પ્રજાપતિના અંતિમ શબ્દો છે. ફેસબુકમાં વિગતવાર સુસાઈડ નોટ લખીને રાધનપુરની હોટલમાં યુવકે આપઘાત કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -