Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
FB પર મહિલા ડોક્ટર સાથે અંગત પળોની તસવીરો અને સુસાઈડ નોટ પોસ્ટ કરીને પાટણના યુવકે કરી આત્મહત્યા, જાણો વિગત
કાયદો તેમજ સમાજ ઉપર વિશ્વાસ કરીને હું તો જાઉ જ છું ,પણ આ લોકોને સજા અપાવજો જેથી કરીને બિજો કોઈ નિર્દોષ માણસ ફસાઈ નઈ. મારી આ પોસ્ટ સમાજ ના દરેક માણસ સુધી પહોંચતી થાય એટલી શેર કરજો, બધા સ્નેહિજનોને મારા છેલ્લા રામ રામ...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહું મારી જીંદગીમાં ખૂબ ખુશ હતો, મારો ધંધો પણ સારો ચાલતો, પણ આ લોકોએ સાથે મળીને મારુ જીવન હરામ કરી નાખ્યું. મારી ટોટલ કમાણી પણ મહિલા ડોક્ટર લઈ ગઈ છે. આજે મારા ઉપર કોઈ દેવું કે દબાણ નથી, મારા પરિવાર તરફથી પણ મને ખૂબ પ્રેમ મળ્યો છે, ફક્ત આ લોકોના કારણે મારે જીવ ગુમાવવો પડે છે.
મહિલા ડોક્ટરે જ મારી જીંદગી હરામ કરી નાખી છે, સતત 2-3 વર્ષ મારી જોડે છેતરપિંડી કરીને બરબાદ કરી નાખ્યો છે, આ લોકો સજાને પાત્ર છે, કોઈ માફ ના કરતા. આ લોકો સમાજ માટે કલંક છે. સમાજ આનો ન્યાય કરજો. મારી જોડે ઘણા પ્રુફ હતા એ પણ ઈ લોકો લઈ ગયા છે, જે કંઈ પ્રુફ બચ્યા છે ઈ હું અહીં બધાને જોવા માટે મૂકીને જાઉ છું. બીજું બધું કોલ રેકોર્ડિંગમાં આવી જશે. મહિલા ડોક્ટર 1 નંબરની નાલાયક છોકરી છે, જે ડોક્ટર થઈને બધાના જીવ લે છે.
અજાણ્યા બે શખ્સોએ મને અવાર નવાર જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપતા હતા અને સમાજમાં કયાંય જવા ઉપર રોક લગાવી હતી. રસ્તામાં કયાંય મને જુએ તો પણ અહીં નઇ ચાલવાનું એમ કહીને બધી રોક લગાવતા હતા. મને ખૂબ ત્રાસ આપેલો છે આ ત્રણ લોકોએ. મોટી દિકરી પણ મને હેરાન કરતી એ પણ બધાને ફસાવવાના ધંધા કરે છે.
મારા વ્હાલા વડિલો , મિત્રો મને માફ કરજો. હવે પછી હું તમારી વચ્ચે નથી. મારા મોત માટે જવાબદાર વ્યક્તિઓ 1) ડો. મહિલા( માનપુરા - વારાહી). ) અજાણ્યો શખ્સ ( માનપુરા) 3) અજાણ્યો શખ્સ (રાધનપુર). મહિલા ડોક્ટરે મને એની પ્રેમજાળમાં ફસાવીને ઉઘાડી લૂંટ જ ચલાવી હતી. મહિલા ડોક્ટર એ આજે મને ક્યાંયનો પણ નથી રાખ્યો એટલે મારે આજે મોતને ભેટવું પડે છે. બાકી જીવ તો મને પણ વહાલો હતો.
માત્ર એટલું જ નહીં દિનેશે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, આ મહિલા ડોક્ટરે તેને પ્રેમજાળમાં ફસાવીને તેની પાસેથી પૈસા પડાવ્યા હતા. આ કાંડમાં અન્ય બે લોકો પણ સામેલ હોવાની વાત લખવામાં આવી છે. યુવકે સુસાઈડ નોટમાં લખ્યું છે કે આ બંને લોકો તેને અવાર-નવાર જીવથી મારી નાખવાની ધમકીઓ પણ આપતાં હતાં.
આ ઉપરાંત તેણે ફેસબુક પર એક સુસાઈડ નોટ પણ લખી હતી. આ સુસાઈડ નોટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે વારાહીની એક મહિલા ડોક્ટરે તેને પ્રેમજાળમાં ફસાવી ઉઘાડી લૂંટ ચલાવી હતી. તેણીએ મને ક્યાંયનો છોડ્યો નથી, એટલે મારે આજે મોતને ભેટવું પડે છે બાકી જીવ તો મને પણ વહાલો હતો.
પાટણઃ પાટણના એક યુવકે શુક્રવારે રાત્રે રાધનપુરની એક હોટલમાં ફેસબુક પર સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત પહેલા દિનેશ પ્રજાપતિએ પોતાના ફેસબુક પેજ પર તેની પ્રેમિકા સાથેના કેટલીક અંગત પળો અને તે યુવતી સાથેની વોટ્સએપ ચેટિંગના સ્ક્રીન શોટ્સ પોસ્ટ કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -