✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભિલોડાઃ લગ્નના એક જ દિવસમાં પત્ની ઘર છોડીને જતી રહેતા યુવકે ભર્યું આઘાતજનક પગલું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 May 2017 10:43 AM (IST)
ભિલોડાઃ લગ્નના એક જ દિવસમાં પત્ની ઘર છોડીને જતી રહેતા યુવકે ભર્યું આઘાતજનક પગલું
1

આ ઘટના 23મી મેની રાતે બની હતી. ભાણા સુખાભાઈએ મામાને તેમના ખેતર જઈને કહ્યું કે, તમે એવી કેવી પત્ની લાવી આપી છે કે જે એક જ દિવસમાં જતી રહી? આ પછી મામાને સીમમાં ખેંચી જઇને હત્યા કરી નાંખી હતી. સમગ્ર ઘટનાની જાણ પાડોશીને થતા તેમના ભત્રીજાને બોલાવી સમગ્ર ઘટના વિષે માહિતી આપી હતી. જેથી ભત્રીજાએ ભિલોડા પોલીસને જાણ કરતાં આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

2

આ અદાવત એટલે સુધી આગળ વધી ગઈ કે, ભાણીયાએ પત્ની જતી રહેવાની અદાવતમાં ખેતરમાં સૂઈ રહેલા મામાને સીમમાં ખેંચી જઇ માથામાં અને શરીરના અન્ય ભાગે લાકડીઓના ફટકા મારી હત્યા કરી નાંખી હતી અને પછી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ અંગે ભિલોડા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા ભાણેજની ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે.

3

મળતી માહિતી પ્રમાણે બોલુન્દ્રામાં રહેતા ડાહ્યાભાઈ ડાભી ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. બોલુન્દ્રા ગામે રહેતો તેમનો ભાણેજ સુખાભાઈ પત્નીની શોધમા હતો. જેથી મામા ડાહ્યાભાઈએ ભાણીયા માટે એક યુવતી સાથે લગ્ન કરાવી આપ્યા હતા. જોકે, કોઈ કારણસર યુવતી લગ્નના એક જ દિવસ પછી પિયર ચાલી ગઈ હતી. જેથી મામા અને ભાણીયા વચ્ચે આ બાબતને અવાર-નવાર ઝગડાઓ થતા હતા.

4

ભિલોડા: બોલુન્દ્રા ગામે એક યુવતી લગ્નના બીજા જ દિવસે ઘર છોડીને જતા રહેતા યુવકે લગ્ન કરાવનાર પોતાના મામાની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. યુવકે ખેતરમાં સૂતેલા મામાને સીમમાં ખેંચી જઈ લાકડીથી ફટકાર્યા હતા. માથા અને શરીર પર ગંભીર ઇજા થતાં મામાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.

  • હોમ
  • ગુજરાત
  • ભિલોડાઃ લગ્નના એક જ દિવસમાં પત્ની ઘર છોડીને જતી રહેતા યુવકે ભર્યું આઘાતજનક પગલું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.