મોદી જેમને પગે લાગ્યા હતા તે નિઝામુદ્દીનનું નિધન, જાણો કોણ હતા નિઝામુદ્દીન અને મોદીએ કેમ આપ્યું હતું સન્માન ?
નિઝામુદ્દીન લાંબા સમયથી બીમાર હતા. આઝમગઢના મુબારકપુરના રહેવાસી કર્નલ નિઝામુદ્દીન ઉર્ફ સૈફુદ્દીનના પત્ની અજબુનિશા પણ 107 વર્ષના છે. અહીંયા તેમણે પુરાવા તરીકે જે વોટર આઇડી કાર્ડ અને પાસપોર્ટ રજૂ કર્યો હતો તેના પ્રમાણે તેમનો જન્મ 1900 ની સાલમાં થયો હતો. બંનેએ એપ્રિલમાં 2016 માં એસબીઆઇની બ્રાંચમાં જોઇન્ટ અકાઉન્ટ ખોલાવ્યું હતું.
તેઓ જણાવતા હતા કે બર્મામાં છિતાંગ નદી પાસે 20 ઓગસ્ટ, 1947 ના રોજ તેમણે નેતાજીને છેલ્લી વાર હોડી પાસે છોડ્યા હતા. ત્યારબાદ તેમની મુલાકાત થઇ નહી. નિઝામુદ્દીન નેતાજી સાથે બર્મામાં 1943 થી 1945 સુધી સાથે રહ્યા.
તેઓ આઝાદ હિંદ ફોજના કર્નલ, સુભાષચંદ્ર બોઝના ડ્રાઇવર અને તેમના ખૂબ નજીકના વ્યક્તિ કહી શકાય. નિઝામુદ્દીનનું સોમવારની સવારે 117 વર્ષની વયે નિધન થયું છે.
આઝમગઢ: પીએમ નરેન્દ્ર મોદીએ બનારસમાં લોકસભા ચૂંટણી દરમિયાન નિઝામુદ્દીનના પગે લાગીને તેમના આશીર્વાદ લીધા હતા, તે નિઝામુદ્દીનનું અવસાન થયું છે. નિઝામુદ્દીન નેતાજી સુભાષચંદ્ર બોઝના સૌથી નિકટના વ્યક્તિ હતા