500ની નવી નોટમાં આ છે 10 મોટી ખામી, જાણો
સાઈઝમાં તફાવતઃ 500ની નવી નોટની સાઈઝમાં પણ તફાવતના સમાચાર છે. ગુરુગ્રામમાં રહેનાર રેહન શાહે બન્ને નોટમાં કિનારાની સાઈઝ પણ અલગ અલગ જણાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App500ના છાપકામમાં તફાવતઃ નોટોની વચ્ચોવચ મહાત્મા ગાંધીની તસવીરની ડાબી બાજુ ગાંધીજીના કાનની નીચે અંગ્રેજીમાં છપાયેલ 500માં તફાવત છે. ઘાટા રંગમાં છપાયેલ નોટોમાં 500 કાન સાથે એકદમ અડીને છે જ્યારે ઝાંખા રંગની નોટમાં આ કાનથી થોડે દૂર છે.
આરબીઆઈના લોગોમાં તફાવતઃ આરબીઆઈના ગવર્નરના વચનની નીચે આપવામાં આવેલ રિઝર્વ બેંકના લોકોની સાઈઝમાં તફાવત છે. ઘાટા રંગમાં છપાયેલ નોટમાં તેની સાઈઝ મોટી છે જ્યારે ઝાંખા રંગમાં છપાયેલ નોટમાં તેની સાઈઝ નાની છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના છાપકામમાં તફાવતઃ નોટોની સૌથી ઉપર અંગ્રેજીમાં RESERVE BANK OF INDIA છપાયેલ છે પરંતુ તેમાં પણ તફાવત છે. ઝાંખા રંગમાં છપાયેલ નોટ પર તે સ્પષ્ટ દેખાય છે જ્યારે ઘાટા રંગમાં છપાયેલ નોટોમાં સ્પષ્ટતા નથી પરંતુ શાહી ફેલાયેલી છે.
મહાત્મા ગાંધીના પડછાયામાં તફાવતઃ 500 રૂપિયાની નોટ પર વચ્ચે છપાયેલ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની તસવીરના પડછાયામાં તફાવત છે. જે નોટ ઘાટા રંગમાં છપાઈ છે, તેમાં પડછાયો સ્પષ્ટ દેખાયછે પરંતુ જે ઝાંખા રંગમાં છપાઈ છે, તેમાં પડછાયો દેખાતો નથી. એવામાં સામાન્ય વ્યક્તિને અસલી-નકલી ઓળખવામાં મુશ્કેલી થઈ શકે છે.
અશોક સ્તંભની સાઈઝઃ નોટની જમણી બાજુની પટ્ટી નીચે જે અશોક સ્તંભનું પ્રતીક ચિહ્ન છપાયેલ છે તેની સાઈઝમાં તફાવત છે. ઘાટા રંગમાં છપાયેલ નોટમાં તે મોટું છે જ્યારે ઝાંખા રંગમાં છપાયેલ નોટમાં તેની સાઈઝ નાની છે.
કિનારે બનેલ ડિઝાઈઃ નોટોની જમણી ડાબી બાજુ અને અર્ધ ચંદ્રકાર ભૂરા રંગની ડિઝાઈન પર જે ઘાટા રંગની ભૂરી પટ્ટી આપવામાં આવી છે તેની ડિઝાઈનમાં તફાવત છે. ઝાંખા રંગમાં છપાયેલ નોટ પર તે પટ્ટી પહોળી છે જ્યારે ઘાટા રંગમાં છપાયેલ નોટ પર પટ્ટી પાતળી છે.
નવી દિલ્હીઃ 500 રૂપિયાની નવી નોટ બેંક અને એટીએમમાં આવ્યે હજુ બે દિવસ થયા છે, પરંતુ અત્યારથી જ બજારમાં આ નોટ બે પ્રકારની જોવા મળી રહી છે. આ બન્ને નોટમાં ઘણાં નાનાં મોટા તફાવત છે અને નિષ્ણાંતોનું કહેવું છે કે, તેનાથી સામાન્ય વ્યક્તિના દિમાગમાં મુંઝવણ ઉભી થશે અને સાથે સાથે ફ્રોડની સંખ્યા પણ વધશે. જોકે, રિઝર્વ બેંકે આ અંગે સ્વીકાર્યું કે કામના ભારને કારણે નોટ છાપવામાં 500 રૂપિયાની કેટલીક મોટમાં ભૂલ થઈ છે. આગળ વાંચો, તમે 500ની નવી નોટમાં થયેલી ભૂલને આ રીતે ઓળખી શકો છો.
નોટના રંગમાં તફાવતઃ 500 રૂપિયાની કેટલીક નોટમાં છાપકામનો રંગ થોડો હલકો જ્યારે કેટલીક નોટમાં ઘાટા રંગ છે.
નોટના તારની પોઝિશનઃ નોટની વચ્ચોવચ સિલ્વર તાર હોય છે તેના સ્થાનમાં પણ તફાવત છે. કેટલીક નોટમાં જોવા પર તાર અને તેની જમણી બાજુ આરબીઆઈ ગવર્નરના વચનની વચ્ચે સ્પેટ નથી આપવામાં આવી જ્યારે કેટલીક નોટમાં સ્પેસ આપવામાં આવી છે. ઘાટા રંગમાં છપાયેલ નોટમાં સ્પેસ આપવામાં આવી નથી.
સીરિયલ નંબરની સાઈઝ અને સ્પેસિંગઃ 500 રૂપિયાની નોટનો જે સીરિયલ નંબર છપાયેલ છે તેમાં તફાવત છે. સીરિયલ નંબર ક્રમશઃ ડાબી બાજુથી નાનાથી જમણી બાજુ મોટા થાય છે પરંતુ કેટલીક નોટમાં આવું નથી. કેટલીક નોટોમાં સીરિયલ નંબરની સ્પેસિંગમાં પણ તફાવત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -