યૂપી-રાજસ્થાનમાં વાવાઝોડાથી 100થી વધુના મોત, જાન-માલને ભારે નુકસાન
રાજસ્થાન સરકારે પણ વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લામાં આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવા મળશે અને ઘાયલોને 60 હજારથી બે લાખ રૂપિયા સુધીની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી તરફ રાજસ્થાનમાં પણ 38 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં આવેલા વાવઝોડામાં થયેલી જનહાનિ પર દુખ વ્યક્ત કરતા પીએમ મોદીએ અધિકારીઓને રાજ્યો સાથે સમન્વય બનાવવા અને અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલીક મદદ પહોંચડાવા કહ્યું છે.
કુદરતની આ તબાહીથી યૂપીમાં અત્યાર સુધી 70 લોકોના મોત નિપજ્યા છે. યોગી સરકારે મૃતકોના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાય આપવાનીજાહેરાત કરી છે. અસરગ્રસ્ત વિસ્તારમાં રાહતનું સામાન મોકલવાનો આદેશ આપ્યો છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારમાં વાવાઝોડું આવે તેવી આગાહી કરી છે.
નવી દિલ્હી/લખનઉ: ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ગઈકાલે રાતે આવે આવેલા વરસાદ અને વાવાઝોડાએ ભારે તબાહી મચાવી દીધી છે. આ વાવાઝોડાથી 100થી વધુ લોકોના મોત થયા છે. અને હજારો લોકો ઘાયલ થયા છે. ઉત્તરપ્રદેશના આસપાસના વિસ્તારમાં જબરજસ્ત આવેલા વાવાઝોડાથી ઘણા મકાનો ધરાસાઈ થઈ ગયા છે. યોગી સરકારે કેન્દ્ર પાસે 153 કરોડ 43 લાખ રૂપિયાની આર્થિક સહાય માગી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -