✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નોઈડા: સમુહ લગ્નમાં 11 દંપતિને ફરી લગ્ન કરવા મોંઘા પડ્યા, જાણો કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Mar 2018 03:08 PM (IST)
નોઈડા: સમુહ લગ્નમાં 11 દંપતિને ફરી લગ્ન કરવા મોંઘા પડ્યા, જાણો કારણ
1

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી સામુહીક વિવાહ યોજનામાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ યોજના રાજ્યની ગરીબ છોકરીઓના લગ્ન માટે શરૂ કરવામાં આવી છે પરંતુ કેટલાક લોકોએ તેનો ખોટી રીતે ફાયદો ઉઠાવ્યો છે.

2

તાજેતરમાં ગ્રેટર નોઈડામાં 66 યુગલના સામુહીક લગ્ન યોજાયા હતા. તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે. જેમાં 11 યુગલોએ ખોટી રીતે લગ્નો કર્યા હતા. આમાંથી એક શખ્સ એ છે કે જે ન્યુ ગ્રેટર નોઈડાની એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ પણ કરે છે અને બે બાળકોનો પિતા પણ છે. તેની ત્રીજી પુત્રીનું મોત થઈ ચુક્યું છે.

3

દિલ્હી નજીકના ગ્રેટર નોઈડામાં 11 દંપતિ કે જેઓ અગાઉથી પરિણીત હોવા છતાં પણ 20,000ની રકમ, જ્વેલરી અને ગીફ્ટના ચક્કરમાં ફરીથી લગ્નો કર્યા હતા. આમાંથી ત્રણ દંપતિને પહેલાંથી બાળકો પણ છે. એક સ્ટીંગમાં આ વાત બહાર આવી છે અનેક સ્થળે આવું થયું હોવાનું પણ જણાય છે.

4

આ પ્રકારના અનેક મામલા સામે આવ્યા છે તેઓએ સરકારી તંત્રની આંખમાં ધુળ નાંખી ખોટી રીતે લાભ લીધો હતો. આ યોજના હેઠળ નવદંપતિને જ્વેલરી, ગીફ્ટ તથા 20,000 રોકડા આપવામાં આવે છે પરંતુ કેટલાક દંપતિએ તેનો ખોટો ફાયદો ઉઠાવ્યો છે. આ યોજના પાછળ 250 કરોડની ફાળવણી થઈ છે.

5

છ વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા. ત્યાંના જ રવિન્દ્ર ઉર્ફે કલુ અને તેના પિતરાઇ વિનિત પણ પરણેલો છે. તપાસ દરમિયાન વિનિત પણ પરણેલો જણાયો હતો અને તેને પણ બે બાળકો છે. આ જ પ્રકારે મોહીતની પીન્કી સાથે અને બંટીની સોનિયા સાથે પણ લગ્નની વાત બહાર આવી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • નોઈડા: સમુહ લગ્નમાં 11 દંપતિને ફરી લગ્ન કરવા મોંઘા પડ્યા, જાણો કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.