આ 11 મુખ્યમંત્રીઓ પર ચાલી રહ્યા છે ક્રિમિનલ કેસ, જાણો કોણ છે તે....
નવી દિલ્લી: દેશના કુલ 29 રાજ્ય અને 2 કેંદ્ર શાસિત રાજ્યોમાં કુલ 31 મુખ્યમંત્રી છે. દેશના કુલ 31 મુખ્યમંત્રીમાંથી 11 મુખ્યમંત્રીઓ પર ક્રિમિનલ કેસ દાખલ છે. જેમાં 8 મુખ્યમંત્રીઓ ગંભીર આરોપની શ્રેણીમાં આવે છે. જેની સામે હત્યા, હત્યની કોશિશ, ધમકી આપવી, જેવા ગંભીર આરોપો સામેલ છે. આ રિપોર્ટ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઇલેક્શન વોચ (NEW)એ જાહેર કર્યાં છે. રિપોર્ટ અનુસાર સૌથી વધુ ક્રિમિનલ કેસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર છે. જેની પર કુલ 22 કેસ છે. જેમાંથી ત્રણ ગંભીર કેસ છે. આ લિસ્ટમાં ફડણવીસ પછી કેરલના મુખ્યમંત્રીનું નામ આવે છે. જેમની પર 11 ક્રિમિનલ કેસ છે. ત્રીજા નંબર પર અરવિંદ કેજરીવાલ છે. જેની પર 10 કેસ છે. ગંભીર મામલાની વાત કરવામાં આવે તો કેજરીવાલ પહેલા નંબર પર છે. તેની પર ચાર કેસ દાખલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચંદ્રાબાબૂ નાયડૂ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી છે અને ટીડીપીના નેતા છે. તેમના પર 3 કેસ ચાલી રહ્યા છે. જેમાં કોઈ આઈપીસીની કલમો નથી આવતી.
નારાયણસામી પોંડીચેરીના મુખ્યમંત્રી છે અને કૉંગ્રેસના નેતા છે. તેમના પર 2 કેસ દાખલ છે અને બંને આઈપીસીની અન્ય કલમો હેઠળ કેસ દાખલ છે.
મહબૂબા મુફ્તી જમ્મુ કશ્મીરના મુખ્યંત્રી છે અને પીડીપીના નેતા છે. તેના પર એક કેસ દાખલ છે જે અન્ય કલમ હેઠળ આવે છે. તેમના પર કોઈ ગંભીર કેસ દાખલ નથી.
પિનારાઈ વિજયન કેરલના મુખ્યમંત્રી છે અને સીપીઆઈએમના નેતા છે. તેના પર કુલ 11 કેસ ચાલી રહ્યા છે જેમાં 1 ગંભીર કલમ હેઠળ આવે છે અને 44 અન્ય કલમો લગાવામાં આવી છે.
ચંદ્રશેખર રાવ તેલંગણાના મુખ્યમંત્રી છે અને ટીઆરએસના નેતા છે. તેના પર કુલ 2 કેસ ચાલી રહ્યા છે. જેમાં ગંભીર આઈપીસીની 1 કલમ અને અન્ય 8 કલમો લગાવામાં આવી છે.
યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશા મુખ્યમંત્રી છે અને ભાજપના નેતા છે. તેના પર કુલ 4 કેસ ચાલી રહ્યા છે. જેમાં ગંભીર આઈપીસીની 1 કલમ અને અન્ય 5 કલમો લગાવામાં આવી છે.
રધુબર દાસ ઝારખંડના મુખ્યમંત્રી છે અને ભાજપના નેતા છે. તેના પર કુલ 8 મામલા ચાલી રહ્યા છે જેમાં ગંભીર આઈપીસીના 2 અને અન્ય આઈપીસીના 21 મામલા ચાલી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલ દિલ્લીના મુખ્યમંત્રી છે અને આમ આદમી પાર્ટીના નેતા છે. તેના પર કુલ 10 કેસ દાખલ છે જેમાં ગંભીર આઈપીસી મુજબ 4 કેસ આવે છે. અન્ય આઈપીસીના 43 મામલા છે.
કેપ્ટન અમરિંદર સિંહ પંજાબના મુખ્યમંત્રી છે અને કૉંગ્રેસના નેતા છે. તેના પર 4 કેસ દાખલ છે જેમાં ગંભીર આઈપીસીના 10 અને અન્ય આઈપીસીના 11 મામલા છે.
દેવેદ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે અને ભાજપના નેતા છે. તેની સામે 22 કેસ ચાલી રહ્યા છે જેમાં 3 આઈપીસીની ગંભીર કલમો છે અને 19 બીજી આઈપીસીની કલમો છે.
નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી છે જે જેડીયૂના નેતા છે. તેની સામે એક કેસ ચાલી રહ્યો છે જેમાં ગંભીર આઈપીસીના 2 કેસ છે અને અન્ય આઈપીસીના 3 મામલા નીચે કેસ દાખલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -