નામ બદલવાથી રામ રાજ્ય આવે તો 125 કરોડ લોકોના નામ રામ રાખી દોઃ હાર્દિક પટેલ
હાર્દિકે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં ભાજપ વોટબેંક માટે રામ મંદિરનો મુદ્દો ઉઠાવી રહી છે. ગુજરાતમાં દરેક ગામમાં રામ મંદિર છે અને અયોધ્યામાં કે જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો ત્યાં જ મંદિર નથી બનાવી શકાયું. આ મામલે ભાજપ જાણી જોઈને રાજકારણ કરે છે. ભાજપ રાફેલ, આરબીઆઈ જેવા મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે રામ મંદિરનો મુદ્દો ઉછાળી રહ્યું છે. ભાજપ અને આરએસએસ દેશનો માહોલ ખરાબ કરી રહ્યું છે, આ યોગ્ય નથી. મુદ્દાઓને ભટકાવવા માટે જગ્યાઓના નામ બદલવામાં આવી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફૈઝાબાદનું નામ અયોધ્યા અને અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની જાહેરાત અંગે પૂછાયેલા સવાલના જવાબમાં હાર્દિકે જણાવ્યું કે, જો આ દેશને ફક્ત શહેરોના નામ બદલીને સોનાની ચીડિયા બનાવી શકાતો હોય તો હું માનું છું કે દેશની 125 કરોડ જનતાનું નામ બદલીને રામ રાખી દેવું જોઈએ. આ દેશમાં બેરોજગારી અને ખેડૂતોના મોટા અને ગંભીર પ્રશ્નો છે ત્યારે આપણે નામ બદલવામાં અને પ્રતિમાઓ બનાવવામાં લાગ્યા છીએ.
કલ્કિ મહોત્સવમાં હાર્દિક પટેલે જણાવ્યું કે, આજે અહીં ધાર્મિક, રાજકીય અને રાષ્ટ્ર ભક્તિનો અનોખો સંયોગ જોવા મળ્યો. આજે દેશમાં ધર્મના નામ પર જે રીતે લોકોને ભડકાવવામાં આવે છે ત્યાં આ ધાર્મિક સભામાં ધર્મના નામ પર માનવતા, દેશભક્તિ તથા પ્રેમનો સંદેશ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ પણ હાજર રહ્યા હતા.
લખનઉઃ પાસ નેતા હાર્દિક પટેલ બુધવારે ઉત્તર પ્રદેશના સંભલમાં ચાલી રહેલા કલ્કી મહોત્વસમાં હાજરી આપવા માટે પહોંચ્યો હતો. અહીં પત્રકારે સાથે વાતચીત કરતા હાર્દિક પટેલે દેશના શહેરોના નામ બદલવાની શરૂ થયેલી ઝુંબેશ પર ટિપ્પણી કરી હતી. યુપીમાં હાર્દિકે કહ્યું હતું કે અહીં બેરોજગારી મોટા પ્રમાણમાં છે, જેના કારણે યુવાધન ભટકી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -