મધ્ય પ્રદેશ: શિવપુરીના પ્રાચીન રામ-જાનકી મંદિરમાંથી 15 કરોડના સુવર્ણ કળશની ચોરી
પોલીસ હાલ તપાસમાં લાગી છે. પોલીસે ઘણી ટીમો બનાવી તપાસ હાથ ધરી છે પરંતું ચોરોની હજુ સુધી કોઈ ભાળ નથી મળી. શિવપુરીના એસપીએ કળશ ચોરી કરનારાઓની જાણકારી આપનારાને 10 હજાર રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.
રામ -જાનકી મંદિરના સંરક્ષક શૈલેન્દ્ર સિંહ જૂદેવે જણાવ્યું કે ગુરૂવારે તેમણે સવારે મંદિરના શિખર પર કળશ ગુમ જોયું ત્યારબાદ પોલીસને જાણ કરી. જૂદેવે જણાવ્યું કે રામ-જાનકી મંદિરનું ઐતિહાસિક મહત્વ છે. તેમનું કહેવું છે કે 300 વર્ષ પહેલા જ્યારે મંદિર બન્યું ત્યારે સોનાના કળશ સ્થાપિત કરવામાં આવ્યા હતા.
ભોપાલ: મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં રામ-જાનકી મંદિરમાંથી ચોરે કળશની ચોરી કરી છે. પ્રાચીન મંદિરમાંથી ચોરી થયેલા કળશની કિંમત આશરે 15 કરોડ છે. શિવપુરીના ખનિયાંઘાના કિલ્લામાં સ્થિત રામ-જાનકી મંદિર 300 વર્ષ કરતા વધારે જૂનુ છે. આ મંદિરના શિખર પર 55 કિલોનું સોનાનું કળશ લાગ્યું હતું, આ કળશ બુઘવાર-ગુરૂવારની રાત્રે ચોરી થઈ ગયું છે.
રામ -જાનકી મંદિરમાં કળશ ચોરી થવાની કોશિશ 2013માં પણ બની હતી. ત્યારબાદથી જ તેના પર ચોરોની નજર હતી કારણ કે તેની હાલની કિંમત 15 કરોડ કરતા પણ વધારે છે. કળશની ચોરી બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસે ડૉગ સ્ક્વોડ અને ફિંગર પ્રિંટની વિશેષ ટીમની મદદથી પૂરાવાઓ એકઠા કર્યા છે.