દિલ્હીઃ ફટાકડા ફેકટરીમાં 17 લોકોના મોત બાદ BJP મેયરના નિવેદન પર બબાલ
મોડી સાંજે ઘટના સ્થળ પહોંચેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું - ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે, મૃતકોના પરિવાર અને ઘાયલોની સાથે મારી સંવેદનાઓ છે. જે નુકશાન થયું છે તેની ભરપાઇ નથી થઇ શકતી. દિલ્હી સરકાર મૃતકોના પરિવારને પાંચ લાખ અને ઘાયલોની સરવાર માટે એક લાખ રૂપિયાનું વળતર આપશે.''
ઉત્તરીય ભાજપના મેયર પ્રીતિ અગ્રવાલના નિવેદન પર બબાલ મચી ગઇ છે, જેમાં તે કેટલાક લોકોને કહી રહી છે કે ફેકટરીનું લાઇસેન્સિંગ તેમની પાસે છે એટલે તે કંઇજ નથી કહી શકતી. પ્રીતિ અગ્રવાલનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. હજુ આના પર ભાજપ કે પ્રીતિ અગ્રવાલ તરફથી કોઇ સ્પષ્ટતા આવી નથી.
રાત થતાં થતાં આ આગે 17 લોકોની જિંદગી છીનવી લીધી, મરવા વાળાઓમાં આઠ મહિલાઓ છે. શરૂઆતી તપાસમાં જાણવા મળ્યું કે મોટાભાગના લોકોના મોત શ્વાસ રુંધાવવાથી થયા, આગ કારણોથી લાગી તે હજુ સુધી તપાસનો વિષય બન્યો છે.
નવી દિલ્હીઃ દિલ્હીમાં આગને લઇને હવે ભાજપ પ્રમુખના એક નિવેદન પર બબાલ મચી ગઇ છે. દિલ્હીમાં બવાનાના સેક્ટર 5માં એક ફટાકડા ફેકટરીમાં શનિવારે સાંજે લગભગ 6.30 વાગે આગ લાગી ગઇ. જોતજોતામાં આગે વિકરાળ રૂપ લીધું. ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે પણ સવાલ હજુ પણ છે કે આ 17 લોકોના મોતનું જવાબદાર કોણ?