આધાર કાર્ડ અપડેટ કરાવવું થશે મોંઘું, 18% આપવો પડશે GST
યુઆઈડીએઆઈએ કહ્યું કે, આધાર માટે રજિસ્ટ્રેશન ફ્રી છે. આ ઉપરાંત બાળકોની બાયોમેટ્રિક ડિટેલ્સમાં પણ ફ્રીમાં ફેરફાર કરાવી શકાશે. યુઆઈડીએઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યારે તમે ચાર્જવાળી સર્વિસનો લાભ લો ત્યારે આપવામાં આવેલા ચાર્જની રિસિપ્ટ આધાર સેન્ટર પરથી જરૂર લો.
બાળકો ઉપરાંત પુખ્તોની બાયોમેટ્રિક ડિટેલ્સના અપડેશન માટે યુઆઈડીઆઈએ દ્વારા જીએસટી સિવાય 25 રૂપિયા ચાર્જ નક્કી કર્યો હતો. આ ઉપરાંત ડેમોગ્રાફિક ડિટેલ્સ એટલે કે નામ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, મોબાઇલ નંબર, જેન્ડર અને ઇમેલ અપડેશન ચાર્જ પણ 25 રૂપિયા હતો. હવે આ તમામ સર્વિસ પર 18% જીએસટી લાગ્યા બાદ 29.50 રૂપિયા આપવા પડશે.
નવી દિલ્હીઃ UIDAI દ્વારા આધાર કાર્ડની કેટલીક સુવિધાઓના અપડેટ પર ચાર્જ લગાવી દીધો છે. યુઆઈડીએઆઇ દ્વારા ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી કે આધાર અપડેશન પર 18 ટકા જીએસટી આપવો પડશે. આ ફેંસલા બાદ હવે આધાર કાર્ડ અપડેશનમાં રૂપિયા વધારાના ચૂકવવા પડશે. આધાર કાર્ડની કેટલીક સર્વિસ પર છૂટ છે જ્યારે અમુક સુવિધા માટે ચાર્જ આપવો પડે છે.