PM મોદીને ભેટમાં મળેલા સ્મૃતિ ચિન્હોની હરાજી શરૂ, જાણો શું છે કિંમત
હરાજીમાં વુડન બાઇકની કિંમત 40,000 રૂપિયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયાદીમાં સૌથી મોંઘા સ્મૃતિ ચિન્હમાં 2.22 કિલોગ્રામની એક સિલ્વર પ્લેટ છે, જેની કિંમત 30,000 રૂપિયા છે. ભાજપના પૂર્વ સાંસદ સી નરસિમ્હને વડાપ્રધાનને આ ભેટ આપી હતી. સંસ્કૃતિ મંત્રી મહેશ શર્માએ થોડા સમય પહેલા કહ્યું કે, દેશ અને વિદેશમાં વડાપ્રધાનને મળેલી 1900 ગિફ્ટની હરાજી કરવામાં આવશે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવામાં આવેલા સ્મૃતિ ચિન્હની હરાજી શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય, દિલ્હીમાં આયોજીત હરાજીથી એકત્ર થનારી રકમનો ઉપયોગ સરકારની મહત્વપૂર્ણ નમામિ ગંગે યોજનામાં થશે. સ્મૃતિ ચિન્હની કિંમત 100 રૂપિયાથી 30,000 રૂપિયા વચ્ચે છે. 27 અને 28 જાન્યુઆરી એમ બે દિવસ સુધી વિવિધ વસ્તુઓની હરાજી થશે.
પીત્તળ, ચીની માટી, કપડાં, કાચ, સોનું, ધાતુની સામગ્રી વગેરેના આધારે ભેટની શ્રેણી બનાવવામાં આવી છે. દરેક વસ્તુનો આકાર, વજનનું વિવરણ પણ આપવામાં આવ્યું છે. ઉપરાંત વડાપ્રધાનને કોણે ભેટ આપી તે અંગે પણ જણાવવામાં આવ્યું છે. હરાજીમાં રાધા-કૃષ્ણની એક મૂર્તિ પણ છે. જેના પર સોનાનો ઢાળ ચઢાવવામાં આવ્યો છે. આ મૂર્તિની કિંમત 20,000 રૂપિયા છે. સુરતની માંડવી નગર પાલિકાએ 4.76 કિલોગ્રામની આ મૂર્તિ વડાપ્રધાનને ભેટ આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -