ભાજપ શાસનમાં 2000માં 30 અમરનાથ શ્રધ્ધાળુઓને આતંકીઓએ રહેંસી નાંખેલા, જાણો વિગત
અમરનાથ યાત્રાળુઓ પર કરવામાં આવેલ આ સૌથી મોટા હુમલા વખતે ભાજપની સરકાર હતી. હુમલા બાદ ખુદ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ પહેલગામની મુલાકાત લીધી હતી અને આ હુમલા પાછળ લશ્કરનો હાથ હોવાનું કહ્યું હતું. આ હુમલા બાદ અનેક યાત્રાળુઓ યાત્રા છોડીને જતા રહ્યા હતા જ્યારે અન્ય યાત્રાળુઓએ કડક સુરક્ષા બંદોબસ્ત સાથે યાત્રા શરૂ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસના જણાવ્યાનુસાર, આતંકીઓએ પહેલગામના રિવર લિડર નજીક આવેલ સીઆરપીએફના બેસ કેમ્પ પર આડેધડ ગોળીબાર કર્યો હતો. જ્યાં અમરનાથ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ વરસાદને પગલે રોકાયા હતા. આતંકીઓએ ગોળીબાર કરવાની સાથે સાથે હેન્ડગ્રેનેડ પણ ફેંક્યા હતા. અમરનાથ યાત્રાળુઓ પર કરવામાં આવેલ આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો હતો.
પહેલગામમાં કરવામાં આવેલ આડેધડ ગોળીબાર બાદ સમગ્ર વિસ્તારમાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો હતો. આ હુમલામાં અમરનાથ યાત્રીઓ ઉપરાંત સ્થાનિક રહેવાસી, સુરક્ષા જવાન અને બે આતંકી માર્યા ગયા હતા. પોલીસના જણાવ્યાનુસાર આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલ ગોળીબારમાં બે આતંકી પણ માર્યા ગયા હતા.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પર અમરનાથ યાત્રિઓ પર હુમલા થયા છે. જેમાં 2 ઓગસ્ટ, 2000માં સૌથી મોટો હુમલો થયો હતો. તે સમયે પણ કેન્દ્રમાં વાજપેયીના નેતૃત્વમાં એનડીએ સરકાર હતી. આ હુમલામાં અંદાજે 32 લોકો માર્યા ગયા હતા જેમાંથી 21 જેટલા અમરનાથ યાત્રીઓ હતા. આ ઘટના બાદ અનેક શ્રદ્ધાળુઓએ યાત્રા અધવચ્ચે જ છોડી દીધી હતી.
નવી દિલ્હીઃ 10 જુલાઈએ જમ્મૂ કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રિઓ પર આતંકી હુમલો થયો. આ હુમલામાં સાત લોકોના મોત થયા અને ઓછામાં ઓછા 32 લોકો ઘાયલ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથ સિંહ, જમ્મૂ કાશ્મીરના સીએમ મહેબુબા મુફ્તી, રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક મોટા નેતાઓએ શ્રદ્ધાળુઓ પર હુમલાની કડક ટીકા કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -