2019 લોકસભા ચૂંટણીમાં આ ત્રણ મહિલાઓ મોદીને આપી શકે છે પડકાર, જાણો વિગતે
પ્રિયંકા ગાંધીઃ કોંગ્રેસ પરિવારના નજીકના નેતાઓનું માનવામાં આવે તો પ્રિયંકા મહિલાઓ, યુવાઓ અને ફર્સ્ટ ટાઈમ વોટર્સને લોભાવી શકે છે. પ્રિયંકાની ઔપચારીક એંટ્રી ભલે 2019માં થઈ હોય પણ છેલ્લા 20 વર્ષોથી તે પોતાના ભાઈ રાહુલ અને માતા સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર અમેઠી અને રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મહત્વની ભૂમિકા અદા કરતી આવી છે.
નવી દિલ્હીઃ 2019ની લોકસભા ચૂંટણીની દરેક પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપ વિવિધ રાજ્યોમાં સંમેલન કરી રહ્યું છે તો કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને રાષ્ટ્રીય મહાસચિવ બનાવીને તથા પૂર્વ ઉત્તર પ્રદેશની મહત્વપૂર્ણ જવાબદારી સોંપીને તેમનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો છે. આ ઉપરાંત અન્ય બે દિગ્ગજ મહિલા નેતાઓ પણ મોદીને પડકારી શકે છે.
માયાવતીઃ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી સતત મોદી અને એનડીએ સરકાર પર પ્રહાર કરતાં આવ્યા છે. તેમણે ભાજપને હરાવવા માટે પોતાના સૌથી મોટા વિરોધી પક્ષ એવા સમાજવાદી પાર્ટી સાથે જુની દુશ્મનાવટ ભૂલીને ગઠબંધન કરી લીધું છે.
મમતા બેનર્જીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નરેન્દ્ર મોદીને મોટો પડકાર આપી શકે તેમે છે. દીદીના હુલામણા નામે ઓળખતાં મમતા બેનર્જીએ ગત મહિને જ કોલકાતામાં સંયુક્ત વિપક્ષની રેલીનું આયોજન કર્યું હતું. જેમાં લગભગ તમામ વિરોધ પક્ષના નેતાઓ હાજર રહ્યાં હતાં. જોકે મમતાની આ રેલીમાં માયાવતીની ગેરહાજરી આંખે ઉડીને વળગતી હતી.