બેંગલોરમાં 22 વર્ષની આ યુવતીએ બિરયાની , સોની નોટના બદલામાં સળગાવી 42 બસો, જાણો કોણ છે આ યુવતી
સીસીટીવી ફૂટેજમાં સી ભાગ્ય ગાડીઓ પર ડીઝલ નાખતી જોવા મળી રહી છે. જ્યારે સી ભાગ્યના મતે કેટલાક લોકોએ તેને પ્રદર્શનમાં ભાગ લેવા માટે મટન બિરયાની અને 100 રૂપિયાની લાલચ આપી હતી. હાલમાં સી ભાગ્ય પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેંગલુરુઃ કાવેરી જળ વિવાદને લઇને બેંગલુરુમાં થયેલા પ્રદર્શન દરમિયાન 42 બસોને સળગાવી દેવા મામલે પોલીસે એક 22 વર્ષની યુવતીની ધરપકડ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે, 22 વર્ષની સી ભાગ્ય નામની આ યુવતીએ ફક્ત 100 રૂપિયા અને મટન બિરયાનીના બદલામાં 42 બસોને આગ ચાંપી દીધી હતી.
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સી ભાગ્યની ઓળખ કરી હતી. કહેવામાં આવી રહ્યુ છે કે સી ભાગ્ય પોતાના માતાપિતા ચંદ્રકાંત અને યેલ્લમ્મા સાથે ગિરિનગરમાં રહે છે. સી ભાગ્યના માતા પિતા મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તે પણ તેમની સાથે મજૂર કામ માટે જાય છે.
પોલીસના મતે, સી ભાગ્યના કહેવાથી ટોળાએ એક ટ્રાવેલ કંપનીની ગેરેજમાં પાર્ક કરેલી 42 બસો પર ડીઝલ નાખી તેમાં આગ ચાંપી દીધી હતી. બેંગલુરુમાં થયેલી હિંસા અને આગની ઘટના મામલે પોલીસે 11 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. સી ભાગ્યએ 12 સપ્ટેમ્બરના રોજ કેપીએન ટ્રાવેલ્સની બસોમાં આગ ચાંપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -