✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ડિજિટલ પેમેન્ટ માટે રોજ લકી ડ્રો, મળશે 340 કરોડના ઇનામો, જાણો કઈ રીતે જીતી શકાશે ઇનામ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Dec 2016 05:04 PM (IST)
1

નવી દિલ્લીઃ નોટબંધી પછી ભારત સરકારે ડિજિટલ પેમેન્ટને પ્રમોટ કરવા માટે 340 કરોડના ઇનામોની જાહેરાત કરી છે. સરકારે ગ્રાહકો અને વેપારીઓ માટે ડેઇલી, વિકલી અને મેગા એવોર્ડની જાહેરાત કરી છે, જેના માટે 340 કરોડ રૂપિયાનું બજેટ બનાવ્યું છે.

2

ક્રિસમસ એટલે કે 25 ડિસેમ્બરથી 15,000 લકી વિનર્સને એક-એક હજાર રૂપિયાનું ઈનામ મળશે. જ્યારે વેપારીઓ માટે 50,000 રૂપિયા સુધી વિકલી એવોર્ડ રાખવામાં આવ્યો છે. નીતી આયોગના સીઈઓ અમિતાભ કાંતે ગુરૂવારે જણાવ્યું છે કે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે વેપારીઓ માટે 'ડિજિ ધન વ્યાપારી યોજના' અને ગ્રાહકો માટે 'લકી ગ્રાહક યોજના' લોન્ચ કરવામાં આવી છે.

3

કાન્તે ઉમેર્યું હતું કે, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NCPI) ક્રિસમસથી આગામી 100 દિવસ સુધી 15 હજાર લકી વિનર્સ માટે 1000-1000 રૂપિયાનું ઈનામ આપશે. એટલું જ નહીં, 14 એપ્રિલે ગ્રાહકો માટે રૂ. એક કરોડનો મેગા એવોર્ડ જાહેર કરાશે. બીજું ઇનામ રૂ.50 હજાર અને ત્રીજુ ઇનામ રૂ. 25 લાખ હશે.

4

આ સ્કીમમાં રૂ. પાંચ હજારથી ઉપરના અને રૂ.50ની નીચેના ટ્રાન્ઝેક્શનને આવરી લેવાશે નહીં. કાંતે એમ પણ ઉમેર્યું હતું કે, ડિજી ધન વ્યાપારી યોજના હેઠળ સાત હજાર વિકલી એવોર્ડસ અપાશે. તેમાં પ્રત્યેક વેપારીને મહત્તમ 50 હજાર રૂપિયા સુધી એવોર્ડ આપવામાં આવશે. તેમણે કહ્યું કે સરકારે છેલ્લા અઢી વર્ષમાં કરપ્શન અને બ્લેકમનીને અંકુશમાં લેવા માટે અનેક પગલાં લીધા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ડિજિટલ પેમેન્ટ માટે રોજ લકી ડ્રો, મળશે 340 કરોડના ઇનામો, જાણો કઈ રીતે જીતી શકાશે ઇનામ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.