નોટબંધીનો આજે 38મો દિવસઃ રોકડ ઉપાડના નિયમમાં મળી શકે છે છૂટછાટ
અત્યાર સુધી 143 કરોડ રૂપિયાથી વધારેની રોકડ પકડાઈ છે.
60 હજાર બેંક ખાતા ર સરકારની નજર છે.
ફાઇનાન્શિયલ ઇન્ટેલીજન્સ યૂનિટ અનુસાર નોટબંધી બાદથી દેશભરના 60 હજાર બેંક એકાઉન્ટ્સમાં 1 કરોડ અથવા તેનાથી વધારે રકમ જમા થઈ છે.
રિઝર્વ બેંકના કોઈપણ કાઉન્ટર પર જૂની નોટ 1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી જમા કરાવી શકાય છે.
આજથી 500ની જૂની નોટ હવે ક્યાંય નહીં ચાલે. જો તમારી પાસે જૂની નોટ છે તો તમે તેને 30 ડિસેમ્બર સુધી બેંકમાં જમા કરાવી શકો છો.
સરકારનો દાવો છે કે, આ મહિનાના અંત સુધી 50 ટકા રોકડ બજારમાં આવી જશે.
સરકાર અનુસાર જેવી જ 80 ટકા નવી કરન્સી બજારમાં આવી જશે એટલો રોકડ ઉપાડની મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
38 દિવસ બાદ પણ બેંક અને એટીએમની બહાર લાઈનમાં કોઈ ઘટાડો જોવા મળ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે, 30 ડિસેમ્બર બાદ લોકોએ હાલાકીનો સામનો નહીં કરવો પડે. નોટબંધીનો આજે 38મો દિવસ છે પરંતુ હાલની સ્થિતિ જોતા તો હાલાકીમાં કોઈ સુધારો જોવા મળે તેવું લાગતું નથી.