ગુજરાત કેડરના કયા બે IPS અધિકારીની CBIમાંથી કરાઈ બદલી, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Jan 2019 08:41 AM (IST)
1
નવી દિલ્હીઃ સીબીઆઈમાંથી આલોક વર્માની વિદાય બાદ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સીબીઆઈમાં ચાર મોટા અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં રાકેશ અસ્થાના, એ.કે.શર્મા, એ.કે.સિન્હા અને જે.જે.નૈકનવારેની બદલી કરાઈ છે. મહત્વની વાત એ છે કે જે ચાર અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં બે ગુજરાત કેડરના અધિકારી સામેલ છે.
2
રાકેશ અસ્થાનાની સિવિલ એવિએશન સિક્યોરિટી બ્યુરોમાં બદલી કરવામાં આવી છે. અરુણકુમાર શર્માને CRPFના એડિશનલ ડીજી બનાવવામાં આવ્યા છે.
3
નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજીત ડોભાલ વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં એફિડેવિટ કરનાર મનિષકુમાર સિંહાને બીપી આરએડીમાં મુકવામાં આવ્યા છે જ્યારે આઈપીએસ જયંત નૈકનવારને બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં મુકવામાં આવ્યા છે.