'મન કી બાત', પીએમ મોદીએ કહ્યું- આપણે બધાએ જવાબદારીથી પ્રકૃતિ પ્રેમી અને રક્ષક બનવું પડશે
આ ઉપરાંત ભારત-અફઘાનિસ્તાન ટેસ્ટ મેચને લઈને અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યાં હતા. સાથે જ GSTના મહત્વને જણાવતા તેની પ્રશંસા પણ કરી હતી. વડાપ્રધાન મોદી શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન જેવાં અનેક મહત્વના વિષયો પર પણ બોલ્યાં હતા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલાં વડાપ્રધાને 24 જૂને મન કી બાત કાર્યક્રમમાં લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેઓએ ખેલ અને યોગ જેવામ મહત્વના મુદ્દાઓ પર વાત કરી હતી.
પીએમ મોદીએ આ કાર્યક્રમમાં દેશના પ્રિય કવિ નીરજ જીના દેહાંત પર તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને કહ્યું કે, આશા, વિશ્વાસ, દ્રઢસંકલ્પ, સ્વંય પર વિશ્વાસ નીરજ જીની ખાસિયત હતી.
મોદીએ કહ્યું કે, થોડાક દિવસો પહેલા થાઇલેન્ડમાં 11 ખેલાડીઓ એક ગુફામાં ફરવા ગયા હતા, અચાનક ભારે વરસાદથી પુર આવવાના કારણે તેઓ 18 દિવસ સુધી ગુફામાં ફસાયેલા રહ્યા. દુનિયાભારના લોકોએ તેમના માટે પ્રાર્થના કરી અને તેઓ સહીસલામત બહાર નીકળી આવ્યા હતા.
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ આજે રવિવારે 46મી વાર પોતાનો રેડિયો શૉ મન કી બાતથી લોકોને સંબોધન કર્યું, તેમને દેશવાસીઓને હાંકલ કરી કે આપણે બધાએ પ્રકૃતિને પ્રેમ કરવો પડશે, આપણે પ્રકૃતિનું રક્ષણ કરવું પડશે. ઉલ્લેખનીય છે કે હાલ દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -